Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુંવારી માતાના બાળકને પિતાના નામ વિનાનું બર્થ સર્ટિફિકેટ આપવાનો હાઈ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

- બાળકના પિતાને કોર્ટમાં હાજર કરીને તેને વાંધો ન હોવાની લેખિત બાંયધરી લેવાઈ

મુંબઈ,તા.૧૩ માર્ચ 2018, મંગળવાર

કુંવારી માતાના બાળકના પિતાના નામની કોલમ ખાલી રાખીને જન્મદાખલો આપવાનો નિર્દેશ હાઈકોર્ટે મુંબઈ મહાપાલિકાને આપ્યો છે. આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને સપ્રીમ કોર્ટના આ સંબંધી એક ચુકાદાનો આધાર લેવાયો હતો.

કુંવારી માતાને બર્થ સર્ટિફિકેટ પર બાળકના પિતાનું નામ આપવાનું બંધનકારક કેમ? એવો સવાલ કરીને બોમ્બે હાઈ કોર્ટમાં એક યુવતીએ અરજી કરી હતી. આ અરજીની દખલ હાઈકોર્ટે લઈને ઉક્ત ચુકાદો આપ્યો હતો.

૨૨ વર્ષની અવિવાહિત યુવતીએ બાળકના બર્થ સર્ટિફિકેટમાંથી પિતાનું નામ કાઢી નાખવાની માગણી કરી હતી. આ યુવતીના દાવા અનુસાર તેણે ભુલમાં પુરૃષનું નામ પિતા તરીકે આપ્યું હતું. ન્યાયમૂર્તિ ઓકની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજીની સુનાવણી ચાલી હતી.

ગત સુનાવણીમાં હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ રીતે મહિલાની મરજી પ્રમાણે પિતાનું નામ ઉમેરી કે કાઢી શકાય નહીં. આ પ્રકરણે મંગળવારની સુનાવણીમાં જન્મદાખલામાં નામ રહેલી વ્યર્તિને કોર્ટ સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપવામાં અવાયો હતો. આ વ્યક્તિએ હાઈ કોર્ટમાં હાજર રહીને પોતાનું નામ સર્ટિફિકેટમાંથી કાઢી નાખવામાં પોતાને વાંધો નથી એવી લેખિત બાંયધરી આપી હતી.

મહિલાએ પાલિકાને બર્થ સર્ટિફિકેટ માટે આપેલી અરજીમાં પિતાના નામની કોલમ ખાલી રાખવાની વિનંતી કરી હતી. પાલિકાએ વિનંતી નકારીને સર્ટિફિકેટ આપવાનો ઈનકાર કર્યો હતો. જેના વિરોધમાં મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

Post Comments