Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજય માલ્યાને રાખવા ગેસ્ટહાઉસને જેલમાં ફેરવી નાખવા મહારાષ્ટ્ર સરકારની દરખાસ્ત

- ભારતની જેલોની કંગાળ સ્થિતિ વિશે ભાગેડુ ઉદ્યોગપતિના વકીલોની કાગારોળ સામેનો વ્યૂહ : કેન્દ્રને વિકલ્પ

મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ધારાશાસ્ત્રીઓ દ્વારા ભારતની જેલોની સ્થિતિ વિશે સતત કરાતી ફરિયાદનું ખંડન કરવા (નકારવા) પોતે સરકારી ગેસ્ટહાઉસને જેલમાં પરિવર્તિત (તબદીલ) કરી શકે છે. એમ મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. અત્રે  ઉલ્લેખનીય છે કે માલ્યાનો બ્રિટનમાંથી દેશનિકાલ કરાય તે સામે વિરોધ દર્શાવવા માટેના મહત્વના મુદ્દા પૈકી ભારતની જેલોની કંગાળ સ્થિતિના મુદ્દાને માલ્યાના  ધારાશાસ્ત્રીઓએ લંડનની અદાલતમાં જૂનમાં ઉપસ્થિત કર્યો હતો.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકારોને દેશના કોઇ પણ સ્થળને જેલ જાહેર કરવાની સત્તા છે. આ વિકલ્પ વિશે વિચારી જોવા અમે કેન્દ્રને સૂચવ્યું છે. ભારતની જેલોની સ્થિતિ માલ્યાના પ્રત્યર્પણ આડે અવરોધ પુરવાર થતી હોય તો અમે તેને ગેસ્ટહાઉસ (અતિથિગૃહ)માં રાખીશું જેને જેલ તરીકે જાહેર કરવામાં આવશે.

બ્રિટનની અદાલતમાં પ્રત્યર્પણના કેસની સુનાવણીમાં માલ્યાનું પ્રતિનિધિત્વ કરતા ધારાશાસ્ત્રીઓ સાથેના કાનૂની યુદ્ધમાં ભારત સરકારની રણનીતિ તૈયાર કરવા ગૃહ મંત્રાલયના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી હતી. સરકારે માલ્યાને રાખવા મુંબઇની આર્થર રોડ જેલ ઓળખી કાઢી છે અને માલ્યાના ધારાશાસ્ત્રીની ભારતની જેલો વિશેની રજૂઆતનું ખંડન કરવા મહારાષ્ટ્રના ગૃહ ખાતાએ આર્થર રોડ જેલની ૧૨મા નંબરની બરાકની તસવીરો કયારનીય મોકલી દીધી છે.

આ બરાકમાં (એરકન્ડિશનર સિવાય) યુરોપની જેલો જેવી સુવિધા હોવાનો દાવો ગૃહ ખાતાએ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ પરના ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાના જીવંત પકડાયેલા એક માત્રઉગ્રવાદી અજમલ કસબને રાખવા આ બરાક ખાસ બાંધવામાં આવી હતી.

Post Comments