Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અહમદનગરમાં લોકો પાયલટની સતર્કતાને લીધે ગોવા-નિઝામુદ્દીન એક્સપ્રેસનો અકસ્માત ટળ્યો

- રાતના દોઢ વાગ્યે તૂટી ગયેલી ટ્રેક પર કામ કરવામાં આવ્યું અને તિરાડ પડેલી ટ્રેક પર બીજો વેકલ્પિક ટ્ર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ગોવા-નિઝામુદ્દીન એક્સપ્રેસના લોકોપાયલટની સતર્કતાને લીધે અહમદનગરમાં ભીષણ રેલવે અકસ્માત થતાં રહી ગયો હતો. શ્રીગોંદ્યા રેલવે માર્ગ પર જમીન ધસી પડતાં ટ્રેક તૂટી હતી ત્યારે લોકોપાયલટે સમયસર ટ્રેન પર નિયંત્રણ મેળવતાં અકસ્માત ટળ્યો હતો. ત્યારબાદ આ રેલવે લાઇન પર ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી.

શ્રીગોંદ્યા ઘારગાવ નજીક રેલવે માર્ગ પર જમીન ધસી પડવાને લીધે ગોવા-નિઝામુદ્દીન એક્સપ્રેસનું એન્જીન ટ્રેક પરથી ખડી પડી પડયું હતું, જેના લીધે રેલવે ટ્રેક પર મોટી તિરાડ પડી હતી. પરંતુ લોકોપાયલટની સતર્કતા દાખવતાં ટ્રેનની ગતિ પર નિયંત્રણ મેળવ્યુ હતુ અને ભીષણ અકસ્માત ટળ્યો હતો.

ગુરુવારે બપોરે સામાન્ય રીતે સાડા ચાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. પાટામાં તિરાડ પડતાં ક્રેનના સહાયથી એન્જીનને હટાવામાં આવ્યું હતું. પરંતુ રેલવેના ડબાને પાછળથી એન્જીન જોડીને વિસાપૂર લાવવામાં આવી હતી. જેના લીધે બપોરે ચાર વાગ્યાથી મોડી રાત સુધી પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

અનેક પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. ખાણી-પીણીની સુવિધા ન હોવાથી મહિલા, વરિષ્ઠો અને બાળકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સ્વચ્છતા ગૃહ પણ ન હોવાની પ્રવાસીઓએ ફરિયાસ કરી હતી.

દરમિયાન કાયદા-સુવ્યસ્થાની પરિસ્થિતિ અને લૂંટમાર રોકવા માટે હથિયારો સાથે સજ્જ પોલીસ તૈનાત કર્યા છે. રાતના દોઢ વાગ્યે ધસી પડેલો રેલવે માર્ગ પૂર્વવત કરવામાં આવ્યો હતો અને પાટા પર તિરાડ પડયા બાદ બીજો પર્યાયી માર્ગ બીછાવીને ગોવા એક્સપ્રેસ રવાના કરાઈ હતી.

ઘારગાવ પરિસરમાં રેલવે માર્ગનો ગેટ બંધ કરીને બોગદાનુ કામ શરૃ છે. આ કામ માટે ચાર કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો. કામ થયા બાદ રેલવેએ લીલી ઝંડી આપી હતી. પરંતુ પાટા નીચેની માટીનો ભરાવો વ્યવસ્થિત કર્યો નહોતો. જેના લીધે ટ્રેન આવતા જ વજનને લીધે ભરાવ ધસી પડયો હતો અને પાટામાં તિરાડ પડી હતી. આ બનાવને લીધે મનમાડ-દૌડ રેલવે ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. અનેક ટ્રેનો રદ કરાઈ હતી અને ટ્રેનો ડાઇવર્ટ પણ કરાઈ હતી.

Post Comments