Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અહમદનગરના સૈન્યના ટ્રેનિંગ સેન્ટરમાં ચાર શંકાસ્પદ યુવક ઘૂસી ગયા

- એક આરોપીના મોબાઇલ ફોનના વ્હૉટસઍપ ગ્રીપમાં પાકિસ્તાની લિંક મળતા પોલીસની ઊંઘ ઉડી ગઇ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

અહમદનગરના લશ્કરના ટ્રેનિંગ સેન્ટરમાં શંકાસ્પદ રીતે ફરતા ચાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. એક આરોપીના મોબાઇલ ફોર્મના  વ્હૉટસઍપ ગુ્રપમાં પાકિસ્તાની લિંક મળી આવતા પોલીસની ઊંઘ ઉડી ગઇ છે. આતંકવાદી પ્રવૃત્તિ સાથે તેમનો કોઇ સંબંધ છે કે કેમ એની પણ તપાસ થઇ રહી હોવાનું કહેવાય છે. આ ચકચારજનક મામલાની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ અને અન્ય સુરક્ષા એજન્સી દ્વારા  તપાસ થઇ રહી છે. જોકે સુરક્ષાના કારણસર પોલીસે આ કેસમાં વધુ માહિતી આપવાની ના પાડી હતી.

ઉસ્માનાબાદના રહેવાસી દોલસા મખ્તુમ શેખ (ઉ.વ.૨૩) તેના નાના ભાઇ ખ્વાઝા મખ્તુમ શેખ (ઉ.વ.૧૯) તથા કારભારી ઇમરાન મુસ્તફા (ઉ.વ.૧૯), શહાનવાઝ ઇસ્માઇલ કુરેશી (ઉ.વ.૨૦)ને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આપી છે, એમ કૅમ્પ પોલીસ સ્ટેશનના એપીઆઇ દેશમાનેએ કહ્યું હતું. લશ્કરી ટ્રેનિંગ સેન્ટરમાં ગુરુવારે રાતે આ ચાર  યુવકો ગેરકાયદે ઘૂસ્યા હતા. તેઓ શંકાસ્પદ હાલતમાં ફરતા હતા ત્યારે  ઝડપાઇ ગયા હતા.

તેમના મોબાઇલ ફોન તપાસણી કરાઇ હતી ત્યારે એક યુવકના મોબાઇળ ફોનના વ્હૉટ્સએપ ગુ્રપમાં શંકાસ્પદ લિંક મળી હતી. તે પાકિસ્તાની હતી. પણ આ લિંક ખરેખર પાકિસ્તાનની છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. લશ્કરી અધિકારીઓએ પૂછપરછ બાદ તેમને કેમ્પ પોલીસ સ્ટેશનના તાબામાં સોંપી દીધા હતા જ્યાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

એક આરોપી યુવક ત્રણ મહિના અગાઉ અહમદનગર એક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો તેણે ગામમાંથી  દસેક દિવસપહેલા અન્ય યુવકને અહીં બોલાવ્યા હતા. તપોવન રોડ પર એક રૃમમાં તેઓ રહેતા હતા. તેઓ ગુરુવારે લશ્કરી ટ્રેનિંગ સેન્ટર પાસે ફરવા આવ્યાહતા.

પોલીસે તેમના રૃમની તપાસ કરી ત્યારે અન્ય કોઇ શંકાસ્પદ વસ્તુ મળીના હોવાનું કહેવાય છે. પોલીસ ઉસ્માનાબાદમાં આ ચાર યુવકના ઘરે ગઇ હતી તેમના કુટુંબીજનો ત્યાં જ રહેતા હતા. બીજી તરફ મોબાઇલ ફોનમાં શંકાસ્પદ લિંક ભૂલમાં આવી ગઇ હોવાનું આરોપીએ પોલીસને જણાવ્યું હતું.

Post Comments