Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંગલીમાં ક્રુઝર ગાડી અને ટ્રેકટર અથડાતા પાંચ પહેલવાન અને ડ્રાઇવર મોતને ભેટયા

- અકસ્માતમાં ક્રૂઝર ગાડીનો કચ્છરઘાણ નીકળી ગયો ઇજાગ્રસ્ત આઠ જણને લોકોની મદદથી બચાવવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

સાંગલીમાં ક્રૂઝર ગાડી અને ટ્રેક્ટરની અથડામણને લીધે થયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાન પાંચ પહેલવાન અને ડ્રાઇવર કાળનો કોળીયો બની ગયા હતાં. આ દુર્ઘટનામાં આઠ જણને ઇજા થઇ હતી. કુસ્તી રમીને તેઓ પાછા આવી રહ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર નાસી ગયો હતો. ક્રૂઝર ગાડીમાંથી મૃતક અને ઇજાગ્રસ્તને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાં.

ચિંચણી વાંગી પોલીસે જણાવ્યું હતું કે સાંગલીના કડેગાવ તાલુકામાં વાંગીગામ પાસે ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગ્યે ભીષણ અકસ્માતમાં પહેલવાન શુભમ ધારગે (ઉં.વ. ૨૩), સૌરભ માને (ઉં.વ. ૨૦), અવિનાશ ગાયકવાડ (ઉં.વ. ૨૧), આકાશ દેસાઇ (ઉં.વ. ૨૩), વિજય અને ડ્રાઇવર રણજીત નલવડે મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.

ઔંધ ખાતે તેઓ કુસ્તી રમવા ગયા હતા. ત્યાંથી તેઓ ક્રૂઝર ગાડીમાં કુંડલ જઇ રહ્યા હતા. પણ શેરડી લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરના ડ્રાઇવર દિનકરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. વાંગી ગામ પાસે ટ્રેક્ટર અને ક્રૂઝર ગાડીની અથડામણ થઇ હતી. આથી ક્રૂઝર ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પહેલવાનો ગાડીમાંથી બહાર નીકળી શક્યા નહોતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે છ જણ મોતને ભેટયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર પલાયન થઇ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે, એમ ચિંચણી વાંગી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સોનવલકરે જણાવ્યું હતું.

Post Comments