Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉધ્ધવ ઠાકરેએ સોમવારની મુલાકાત પાછી ઠેલતા નાણા પ્રધાન સુધીર મુનગંટીવારની સ્પષ્ટ વાત

- યુતી કરવી અમારી મજબૂરી નથી

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

શિવસેનાની જો ભાજપ સાથે યુતિ કરવાની ઈચ્છા નહીં હશે તો તેઓ પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે આવા શબ્દોમાં રાજ્યના નાણાંપ્રધાન સુધીર મુનગંટીવારે શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો. ૨૦૧૯ની  લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ભાજપની શિવસેના સાથે યુતિ  કરવાની ઈચ્છા છે  તો શિવસેનાએ યુતિ માટેની ચર્ચા કરવાની  મનાઈ કરી છે. આ સંદર્ભે નાણાંપ્રધાન  સુધીર  મુનગંટીવારે મંત્રાલયમાં પત્રકારો સાથે વાતચીત કરતા પ્રતિક્રિયા આપી.  જબ તક સૂરજ ચાંદ રહેગા એવી જ એમની ઈચ્છા હશે તો નિર્ણય લેવા માટે તેઓ સ્વતંત્ર છે. યુતિ જબરદસ્તીથી , ફરજીયાત થઈ શક્તી નથી. યુતિ આ ભાવનાના આધારે થાય છે, એવું કહીને   મુનગંટીવારે આગળ ઉમેર્યું કે, કોંગ્રેસ એનસીપીના હાથમાં  સત્તા સોંપવી હશે તો  એમણે એકલા હાથે લડવું. 

યુતિ આ અમારી મજબૂરી નથી. આગામી ચૂંટણીમાં યુતિ  થવા માટે કોઈનું  પણ કોઈના ઉપર  દબાણ નથી. શિવસેનાને જો એકલા હાથે જ લડવુેં હશે અને ભાજપને  સાથે લેવું નહીં એવી જ એમની ભૂમિકા હશે તો અમે પણ એકલે હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ હાલ કોઈ પણ પાર્ટીઓ વચ્ચે યુતિ સંદર્ભે ચર્ચા શરૃ ના હોવાની સ્પષ્ટતા નાણાંપ્રધાન સુધીર મુનગંટીવારે કરી. આ પહેલાં  મુનગંટીવારે  ઉધ્ધવ ઠાકરેની મુલાકાત લેવા માટે માતોશ્રી જવાના હતા પણ આજે ઉધ્ધવે મુલાકાત માટે ના પાડી હોવાની વાત  આવતા મુનગંટીવારે સ્પષ્ટતા કરી હતી.

Post Comments