Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મરાઠવાડાના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ : છના મોત

- નાળામાં પડેલા તરૃણને બચાવવા જતા ત્રણ કિશોરો તણાઇ ગયા

મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

મરાઠવાડામાં બે અઠવાડિયા વરસાદ વગર કોરા ગયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન મેઘરાજાના પુનરાગમન સાથે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઇ હતી. બુધવારે જાલના, બીડ અને ઉસ્માનાબાદમાં જોરદાર વરસાદ તૂટી પડયો હતો.

આ જિલ્લાના ૨૪ એરિયામાં અતિવૃષ્ટિ થવાથી ચારે તરફ પાણીની રેલમછેલ થઇ ગઇ હતી અને નદીઓ બેકાંઠે વહેવા માંડી હતી. વિદાય લેતા ચોમસાએ છ તરૃણોનો ભોગ લીધો હતો. સાંગોલા ગામે નાળામાં ધસમસતા પાણીમાં પડી ગયેલા એક તરૃણને બચાવવા જતા ત્રણ કિશોરો તણાઇ ગયા હતાં.

બીડના પરળી ગામે ધનશી નદીમાં પડી  ગયેલા શાળાના બે વિદ્યાર્થીઓને બચાવવા કૂદી પડેલો એક યુવક પણ ધસમસતા પ્રવાહમાં તણાવા માંડયો હતો. ગામ લોકોએ તેને જેમ તેમ બચાવી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આમ બે વિદ્યાર્થી અને તેને બચાવવા પડેલા યુવક એમ ત્રણ જણ માર્યા ગયા હતાં.

Post Comments