Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાવકી માતા પ્રત્યેના દ્વેષભાવને લીધે પુત્રે ફ્લેટમાં 50 ટકા હિસ્સો ગુમાવ્યો

- હાઈકોર્ટે સબ ડિવિઝનલ રેવન્યુ ઓફિસરના નિર્ણયને બહાલ રાખ્યો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૨ જૂન 2018, મંગળવાર

સાવકી માતા સામે વેરભાવ રાખવાનું શહેરના રહેેવાસીને મોંઘું પડયું છે કેમ કે એના લીધે તેને પિતાના ફ્લેટમાં ૫૦ ટકા હિસ્સો ગુમાવવો પડયો છે.

પશ્ચિમ ઉપનગર માટેના સબ ડિવિઝનલ રેવેન્યુ ઓફિસર (એસડીઓ)ના આદેશને બોમ્બે હાઈકોર્ટે ગયા સપ્તાહે બહાલ રાખ્યો હતો. 

આદેશમાં અરજદારના પિતાના ફ્લેટના ૫૦ ટકા હિસ્સાનું તેના નામે થયેલું ટ્રાન્સફર ગેરકાયદે છે. અરજદાર પિતાની સારસંભાળ લેવા ત્યાર હતો પણ સાવકી માતાને સાથે રાખવા તૈયાર નહોવાનું એસડીઓએ નોધ્યું હતું.

અરજદારની માતા ચાર વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા બાદ તેના પિતાઅ ેફરી લગ્ન કર્યા હતા. પુત્રના આગ્રહથી પિતાએ હાઉસિંગ સોસાયટીમાં ૫૦ ટકા શેર તેના પુત્રના નામે કર્યો હતો. જોકે અરજદાર અને તેની પત્ની સાવકી માતાનું અપમાન કરતા હતા આને લીધે પિતા અને સાવકી માતાને ઘર છોડવું પડયું હતું.

આને પગલે અરજદારના પિતાએ એસડીઓનો સંપર્ક ક રીને મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ ૨૦૦૭ની જોગવાઈ લાગુ કરવા જણાવ્યું હતું. ફરિયાદને આધારે એસડીઓએ ૫૦ ટકા ટ્રાન્સફર ગેરકાયદે ઠેરવ્યું હતું.

આની સામે અરજદારે હાઈ કોર્ટમાં ધા નાખી હતી. હાઈ કોર્ટે ચોથી જૂને અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ૫૦ ટકા હિસ્સાની ગિફ્ટ તેના પિતાએ અને માતાએ શાંતીપૂર્ણ વાતાવરણ રહે એ માટે આપી હતી. એનો અર્થ એવો પણ થતો હતો કે પિતા અને સાવકી માતાની તેઓ સારસંભાળ લેશે પણ એવુંપણ નથી થયું, એમ કોર્ટે નોંધ્યું હતું.

Post Comments