Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુસ્લિમ મહિલાને પણ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ લાગુ પડે છેઃ હાઈ કોર્ટ

- પતિએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ લાગુ પડતું હોવાની કરેલી દલીલ ફગાવી

મુંબઈ, તા. ૧૬ મે 2018, બુધવાર

પારિવારિક હિંસા સામે સંરક્ષણ આપતા કાયદા હેઠળ એકાદી મુસ્લિમ મહિલાએ રક્ષણ માગ્યું તો તોને નકારી શકાય નહીં, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે એક કેસમાં આપ્યો છે. ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેએ આ પ્રકરણની સુનાવણી કરતાં એક મુસ્લિમ યુવકની અરજી રદબાતલ ઠેરવીને તેની પત્ની અને બે બાળકોને એક લાખ પાંચ હજાર રૃપિયા માસિક ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે.

અમે ઈસ્લામિક અલવી બોહરા સમાજના છીએ. આ સમાજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હેઠળ આવે છે, આથી ડેમેસ્ટિક વાયોલન્સ એક્ટ અમારા પર લાગુ થઈ શકે નહીં, એવો દાવો આ યુવકે કર્યો હતો. ડોમેસ્ટિક વાયોલન્સ કાયદામાંથી મુસ્લિમ મહિલાઓને બાકાત રાખી શકાય નહીં એમ હાઈ કોર્ટે ઠેરવ્યું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદો ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓના રક્ષણ માટે છે. કાયદાના દાયરામાં મુસ્લિમ મહિલા આવે નહીં એવું ક્યાંય નોંધ્યું નથી. કાયદો મહિલાઓ માટેના અન્ય કાયદા સાથે જોડાયો છેે. એકાદા વિશિષ્ટ ધર્મની મહિલાને કાયદાથી અળગી રાખી શકાય નહીં.

દંપતીનું લગ્ન ૧૯૯૭માં થયું  હતું. બે બાળકો છે. ૨૦૧૫માં છૂટાછેડા માટેે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ૨૦૧૭માં કોર્ટે પતિને તેની પત્ની અને બાળકો માટે મહિને રૃ.૬૫ હજાર અને ઘરકભાડા પેટે રૃ.૪૦ હજાાર આપવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે આ આદેશ કાયમ રાખ્યો હતો.

Post Comments