Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લા પરિષદના અધ્યક્ષોની ચૂંટણીના પગલે વિધાનસભાનું સદન બે દિવસ માટે બંધ

- આવતીકાલથી કર્જમાફીનો મુદ્દો ફરી જોર પકડશે

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ તા.૨૦ માર્ચ ૨૦૧૭ સોમવાર

મહારાષ્ટ્રમાં લેવામાં આવેલા ૨૬ જીલ્લા પરિષદ અને ૨૮૩ પંચાયત સમિતિઓના ચૂંટણી બાદ પંચાયત સમિતિના સમાપતિ પદ માટેની ચૂંટણીઓ ગયા અઠવાડિયામાં પૂર્ણ થઈ એના માટે ૧૩ માર્ચના ધુળેટી બાદ ૧૪ માર્ચે વિધાનસભા અને વિધાન પરિષદના સદનોને રજા આપવામાં આવી હતી. હવે ૨૬ જીલ્લા પરિષદના અધ્યક્ષ પદ માટે આવતીકાલે, મંગળવાર ૨૧ માર્ચ ૨૦૧૭ના દિવસે ચૂંટણીઓ યોજવામાં આવી હોવાથી મહારાષ્ટ્ર વિધાન સભાના બજેટ સત્રને આજે અને આવતીકાલે એમ બે દિવસ રજા આપવામાં આવી છે. જીલ્લા પરિષદ અધ્યક્ષપદની ચૂંટણીઓ આવતીકાલે પૂર્ણ થશે. એટલે બુધવાર, ૨૨ માર્ચથી બજેટ સત્રનું કામકાજ ફરીથી શરૃ થશે. મહારાષ્ટ્રના બધા રાજકીય નેતાઓનું ધ્યાન જીલ્લા પરિષદ અધ્યક્ષ પદ ચૂંટણીઓ તરફ છે એટલું જ નહીં તો એમની આ ચૂંટણી માટેની ભૂમિકા પર મહત્ત્વની હોવાથી ૨૬ જીલ્લાઓમાં એમનું હાજર રહેવું અગત્યનું છે એના કારણે જ વિધાનસભાના અમે સદનોના કામકાજ માટે રજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભારતીય જનતા પાર્ટી અને શિવસેના તેમજ કોંગ્રેસ અને એનસીપી આ બે ગઠબંધન યુતિ આવતીકાલની ચૂંટણીમાં રંગ લાવશે અને સ્થાનિક રાજકારણના મજબૂત ફાઉન્ડેશન ઉપર રાજ્યના રાજનીતિની ઈમારત ઉભી કરવાનો પ્રયાસ ચાલતો હોવાની ચર્ચા છે.

૨૬ જીલ્લા પરિષદમાંથી વધુમાં વધુ જીલ્લા પરિષદો હાથમાં લેવા માટે ભાજપ શિવસેના અને બન્ને કોંગ્રેસની હાથાપાઈ ચાલૂ છે, એવું પણ જાણવા મળે છે.
 

Post Comments