Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલીપકુમાર ૧૧ વર્ષ જૂનો પ્રોપર્ટીનો કેસ જીતી ગયા

- હાથમાં ચાલી સાથેની તસવીર શેર કરી

મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટમ્બર 2017
મુંબઇના પાલી હિલ વિસ્તારમાં દિલીપકુમારની પ્રોપર્ટીને લઇ ચાલી રહેલા કેસમાં હવે અંતિમ નિર્ણય આવી ગયો છે. દિલીપ કુમાર કેસ જીતી ગયો છે અને અદાલતે એનો પક્ષ સાચો માન્યો છે. ૧૧ વર્ષથી ચાલી રહેલા આ કાનૂની વિવાદનો ફેંસલો પોતાના પક્ષમાં આવતા સાયરા બાનુ અત્યંત ખુશ છે.

કોર્ટના આદેશ પછી બંગલાની ચાવીની સોંપણી પણ 'ટ્રેજેડી કિંગ'ને કરી દેવામાં આવી છે. મંગળવારે આ કેસની અંતિમ સુનાવણીમાં હાજરી આપવા સાયરાબાનો સ્વયં કોર્ટમાં હાજરી હતી. દિલીપકુમારે હાથમાં ચાવી સાથેની તસવીર ટ્વીટર પર 'પોસ્ટ' પણ કરી હતી. દિલીપકુમારના ચાહકોએ ટ્વીટર પર એને અભિનંદન પણ આપ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર દિલીપકુમાર અત્યંત સક્રિય છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલમાંથી સાજા થઇને પરત ફર્યાએ તસવીર પણ એમમે ટ્વીટર પર શેર કરી હતી.
 

Post Comments