Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધર્મસ્થાનકોની જમીન સાર્વજનિક ઉપયોગ માટે મોકળી કરવા વિચારતી સરકાર

- આ માટે જરૃરી ખરડો પસાર ન થતા વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કરવા દરખાસ્ત

મુંબઇ તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

મહાઠવાડામાં ધર્મસ્થાનકોના હસ્તકની જમીન સાર્વજનિક ઉપયોગ માટે આપવાની મંજૂરી આપવાની ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની વિચારણા સામે ધર્મસ્થાનકોના ટ્રસ્ટીઓ ઉગ્ર વિરોધ દર્શાવે તેવી શક્યતા છે.

મંદિરો, મસ્જિદો, દરગાહ અને ગુરુદ્વારા સહિતનાં ધર્મસ્થાનકોને અપાયેલી જમીનો અત્યાર સુધી હૈદરાબાદ અતિયા ઇન્કવાયરીઝ એક્ટ, ૧૯૫૨ દ્વારા રક્ષિત છે. બજેટસત્રમાં આ અંગેનો ખરડો પસાર કરવાનો સરકારનો ગયા મહિને પ્રયાસ નિષ્ફળ જતા હવે તેણે વટહુમક દ્વારા આ  એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે.

મરાઠવાડા હૈદરાબાદના નિઝામ દ્વારા સાસીત હૈદરાબાદ રજવાડાનો વિસ્તાર હતો અને તેના ભૂતપૂર્વ શાસકોએ વિવિધ કોમનાં ધર્મસ્થાનકોને વિશાળ જમીનો આપી હતી જેથી આ જમીનોમાંથી ધર્મસ્થાનકોનો નિભાવખર્ચ મળી રહે.

મસ્જિદોને અપાયેલી જમીનોને સરકારી રેકોર્ડઝમાં ખિદમતમારા ઇનામી જમીન તરીકે ઓળખવામાં આવે છે. સૂચિત સુધારો તમામ ખિદમતમારા ઇનામી જમીનનો ઉપયોગ સાર્વજનિક પ્રોજેક્ટ તથા તબીબી અને શિક્ષણના હેતુસર કરવાની છૂટ આપળશે.

કોંગ્રેસના વિધાનસભ્ય અને લધુમતિઓની બાબતોના ખાતાના ભૂતપૂર્વ પ્રધાન આરીફ નસીમ ખાને કહ્યું હતું કે અમારા વાંધાને ધ્યાનમાં લઇને ખરડામાં ફેરફાર કરાશે એમ જણાવી ખરડો અટકાવી રખાયો હતો. આમ છતાં સરકારે વટહુકમ જારી કરવાનો નિર્ણય કર્યો છે. અમે  સરકારને વકફની જમીન ખાનગી ઉપયોગ માટે મોકળી કરવા દઇશું નહીં.

Post Comments