Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંગીતકારના પ્રત્યાર્પણના પ્રયાસોને નિષ્ફળ બનાવવા દાઉદ સક્રિય

- મ્યુઝિક કિંગ ગુલશનકુમારની હત્યાના શકમંદ નદીમ સૈફી દાઉદના આશ્રયમાં હોવાનો ઘટસ્ફોટ

મુંબઇ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

મ્યુઝિક ઉદ્યોગના અગ્રણી ગુલશનકુમારની હત્યાના શકમંદ સંગીતકાર નદીમ સૈફીને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમે લંડનમાં શરણું આપ્યું હતું. એક મેગેઝિનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નદીમના પ્રત્યાર્પણ માટે ભારતીય સત્તાવાળાઓના પ્રયત્ન સંબંધમાં દાઉદ સતત ધ્યાન રાખતો હતો.  મેગેઝિને દાઉદના ફોનકોલ્સ રેકોર્ડ મેળવ્યા હતા અને તેના આધારે વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો હતો.

મ્યુઝીક ઉદ્યોગના માધાંતા ગુલશનકુમારની મુંબઇમાં ૧૨ ઓગસ્ટ ૧૯૯૭ તારીખે હત્યા કરવામાં આવી હતી. નદીમ સૈફીને પણ એક શંકમદ તરીકે ગણવામાં આવ્યો હતો અને તે યુનાઇટેડ કિંગ્ડમમાં આશ્રય લઇ રહ્યો છે. દાઉદ પોતાના દુબઇ ખાતેના સાગરીત સાથે ટેલિફોન પર વાતચીત કરી રહ્યો જેમાં 'લંડન ફ્રેન્ડ' અને 'ઉસ્તાદ' જેવા કોડવડર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બંને ગેંગસ્ટરની વાતચીત સાંભળી પૃથક્કરણ કરનારા ઇન્ટેલિજન્સ અધિકારીઓ માને છે કે આ બંને શબ્દ નદીમ માટે વપરાયા હતા. સાગરીત કહે છે કે સર આપણો લંડન ફ્રેન્ડ જોખમમાં છે. તેને બે દિવસમાં ઊંચકી લેવા અમે તૈયારી શરૃ કરી છે. દાઉદે જ્યારે કયો મિત્ર પૂછયું ત્યારે સાગરીતે કહ્યું કે 'બીગ ઉસ્તાદ' સાગરીતના પ્લાનને સમર્થન આપ્યું હતું. આ વાતચીત ૨૦૧૫ના શરૃઆતના મહિનામાં થઇ હતી તેવું મેગેઝિન જણાવે છે.

Post Comments