Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ: વરસાદ-પૂરને લીધે ટ્રેન સેવા ઠપ સતત બીજા દિવસે પણ 15 ટ્રેનો રદ, મુસાફરો અટવાયા

- મુસાફરોને ઇન્કવાયરી નંબર, વેબસાઇટ પરથી ટ્રેનોની છેલ્લી સ્થિતિ જાણીને મુસાફરી અંગેનો નિર્ણય

મુંબઈ, તા.11 જુલાઈ 2018, બુધવાર

મુંબઇમાં ગઇકાલે મંગળવારે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા ખોરવાઇ હતી.

આજે બીજા દિવસે બુધવારે પણ ૧૫ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. ૪ ટ્રેનોને રિશિડયુલ કરાઇ હતી. તેમજ ૧૯ ટ્રેનોને આંશિક રદ કરાઇ હતી.

પાંચ ટ્રેનોને ડાયવર્ટ કરીને દોડાવાઇ હતી. જેને કારણે આજે પણ હજારો મુસાફરો અટવાઇ પડયા હતા. રેલ સેવા ગુરૃવારથી પૂર્વવત થઇ જવાની આશા રેલવેના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

મુંબઇમાં પુરના પાણી ઓસરતા આજે સવારે ૬ વાગ્યે દહાનું રોડ થી વિરાર વચ્ચેની રેલ સેવા ચાલુ કરાઇ હતી. ચર્ચગેટ અને વિરાર વચ્ચે સવારે ૯ કલાકે ટ્રેન સેવા ચાલુ થઇ હતી.

વસાઇ અને વિરાર વચ્ચેની ફોર લાઇન પણ ખુલ્લી કરી દેવાઇ હતી. જોકે આજે પણ ટ્રાફિકજામ થતા લાંબા અંતરની ટ્રેનોની સેવા ખોરવાઇ હતી. જેના કારણે ટ્રેનોને સંપૂર્ણ અને આંશિક રદ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ-મુંબઇ વચ્ચેની રેલ સેવાને પણ અસર થઇ હતી. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેક્કર, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ બુધવારે રદ રહેતા આ રૃટના મુસાફરો અટવાઇ પડયા હતા.

આજે બુધવારે બાન્દ્રા ટર્મિનસ-હરિદ્વારા એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાયા રોહિલ્લા એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ લોક શક્તિ એક્સપ્રેસ આજે તેના નિર્ધારીત સમય કરતા ચાર કલાકથી લઇને ૯ કલાક સુધી મોડી દોડી હતી.

જ્યારે મુંબઇથી દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર ભારત તરફની ૧૯ જેટલી ટ્રેનોને આંશિક રદ કરવાની ફરજ પડી હતી. જેને લઇને આજે પણ હજારો મુસાફરો ઠેરઠેર અટવાઇ પડયા હતા. અમદાવાદ-મુંબઇ વચ્ચેની રેલ સેવાને આજે પણ અસર થઇ હતી.

તા-૧૦ જુલાઇની ૧૨૪૩૨ હઝરત નિઝામુદ્દીન-થિરૃવન્થમપુરમ રાજધાની એક્સપ્રેસને વાયા સુરત-જલગાંવ ડાયવર્ટ કરાઇ હતી. તેમજ ૧૯૩૧૨ ઇન્દોર-પુને એક્સપ્રેસ, ૧૯૩૩૨ ઇન્દોર-કોચુવલી એક્સપ્રેસને પણ આજ રૃટ પર ડાયવર્ટ કરીને દોડાવાઇ હતી. ૧૯૫૭૭ તિરૃનેલવેલી-જામનગર એક્સપ્રેસને વાયા જલગાંવ ડાયવર્ટ કરાઇ હતી. જ્યારે ૧૧ જુલાઇની ૧૯૪૨૦ અમદાવાદ-ચેન્નાઇ એક્સપ્રેસને વાયા સુરત-ઉધના-જલગાંવથી દોડાવાઇ હતી.

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુરૃવારથી પશ્ચિમ રેલવેની તમામ રેલ સેવા પૂર્વવત થઇ જશે. જોકે કેટલીક ટ્રેનો રદ કરવા ઉપરાંત ટૂંકાવી દેવાની પણ ફરજ પડશે.

છેલ્લી ઘડીએ સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતાઓને જોતા મુસાફરોએ ટ્રેનની મુસાફરી કરતા પહેલા રેલવેના ઇન્કવાયરી નંબર તેમજ વેબસાઇટ પર ટ્રેનોની સ્થિતિ જોઇને મુસાફરી અંગેનો નિર્ણય લેવા અનુરોધ કરાયો છે.

પશ્ચિમ રેલવેની કઇ ટ્રેનો બુધવારે રદ રહી ?

-     ૨૨૯૫૩/૫૪ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
-    ૧૯૦૧૫ મુંબઇ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
-    ૧૨૯૩૩/૩૪ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
-    ૧૨૯૩૧/૩૨ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેક્કર
-    ૧૨૯૩૫ બાન્દ્રા ટર્મિનસ-સુરત એક્સપ્રેસ
-    ૫૯૦૨૪/૨૩ વલસાડ-મુંબઇ સેન્ટ્રલ પેસેન્જર
-    ૬૯૧૭૪ દહાનું રોડ-બોરીવલી પેસેન્જર
-    ૬૯૧૬૪ દહાનું રોડ-પાનવેલ મેમુ
-    ૭૧૦૮૨ ડોમ્બીવાલી-બોઇસર ડેમુ
-    ૭૧૦૮૮ બોઇસર-વસઇ ડેમુ
-    ૧૨૯૨૨/૨૧ સુરત-મુંબઇ સેન્ટ્રલ
-    ૫૯૦૪૫ બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર
-    ૫૯૪૩૯ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર
-    ૧૨૯૩૬ સુરત-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
-    ૨૨૯૦૨ ઉદયપુર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ

આજે 12 જુલાઇએ કઇ ટ્રેનો રદ રહેશે ?

-    ૧૨૦૦૯/૧૦ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
-    ૧૨૯૦૪ અમૃતસર-મુંબઇ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ મેલ

Post Comments