Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેક્સ ચેન્જ કરાવી પુરૃષ બનેલા કોન્સ્ટેબલનો મઝગાંવ પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ

- લલિતામાંથી બન્યો લલિત

મુંબઇ તા.૧૩ જૂન 2018, બુધવાર

લિંગ પરિવર્તન શસ્ત્રક્રિયા દ્વારા મહિલામાંથી પુરૃષ બનેલા કોન્સ્ટેબલ લલિત સાળવેને મુંબઇના મઝગાંવ પોલીસ સ્ટેશનમાં જ ફરજ પર લેવામાં આવશે. વર્ષો પહેલાં મહિલા પોલીસ તરીકે તેણે આ જ  પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી.

લલિતામાંથી લલિત બનેલા આ શખસ દ્વારા મેડિકલ રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ પુરૃષ કોન્સ્ટેબલ તરીકે તેને ફરજ પર લેવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાને અને પુરૃષને પોલીસની નોકરીમાં લેવા માટે  જુદા જુદા માપદંડો હોય છે. દાખલા તરીકે પુરૃષ માટે ઓછામાં ઓછી ઉંચાઇ ૧૬૫સેન્ટીમીટર અને મહિલા માટે ૧૬૧ સેન્ટીમીટર જરૃરી છે. પરંતુ લલિત સાળવેના કેસને ગૃહ ખાતાએ સ્પેશિયલ કેસ ગણી છૂટછાટ આપી હતી.

સેક્સ-ચેન્જ કરાવ્યા  પહેલાં લલિતા સાળવે તરીકે બીડમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે તેનું પોસ્ટીંગ થયું હતું. હવે સેક્સ ચેન્જને લગતા મેડિકલ રિપોર્ટ સબમીટ કર્યા બાદ તેને મઝગાંવમાં ફરજ પર લેવામાં આવશે.

 

Post Comments