Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાંદેડ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરી કોંગ્રેસનો ઝળહળતો વિજય

- કોંગીના પ્રદેશાધ્યક્ષે ગઢ જાળવી રાખ્યો

- ફડણવીસના વિજયરથને અશોક ચવ્હાણે રોક્યો

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

મહારાષ્ટ્રમાં મહાપાલિકા , જિલ્લા પરિષદ, નગરપાલિકા, નગરાધ્યક્ષ, ગ્રામપંચાયત અને સરપંચ ચૂંટણીમાં જોરશોરથી બુડદોડ કરતો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો, ભારતીય જનતા પાર્ટીનો 'વિજય રથ' નાંદેડમાં માજી મુખ્ય પ્રધાન સાંસદ અને મહારાષ્ટ્ર પ્રદેશ-કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણના નેતૃત્વએ રોકવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી અને ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના વિધાન સભ્ય પ્રતાપરાવને ચીખલોકરને પોતાતરફ ખેંચીને કોંગ્રેસ અને શિવસેના એ  અક્ષમ  લબનાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને શિવસેના અને ભાજપનું નેતૃત્વ આ નાંદેડ-વાઘાળા મહાપાલિકા ચૂંટણીમાં ઉંધા મોઢે પટકાયા હોવાનું જાણવા મળે છે.

અશોક ચવ્હાણના નેતૃત્વ ઉપર નાંદેડની જનતાએ સંપર્ણ વિશ્વાસ દાખવીને નાંદેડમાં માત્ર 'અશોક પર્વ' જ રહેશે એ પણ દાખવી દીધું હોવાનું જાણવા મળે છે. નાંદેડ-વાઘાળા મહાપાલિકામાં પાંચ વર્ષ પહેલા માત્ર ૪૦ નગર સ,ેવકો હતા, પણ આજે બે તૃતીંશ બહુમતિ મેળવીને નાંદેડ ઉપર કોંગ્રેસના તિરંગો લહરાવ્યો છે.

નાંદેડ-વાઘાળા મહાપાલિકાની ચૂંટણી ગઈ કાલે લેવામાં આવી અને મહારાષ્ટ્રમાં બધે સફળતાની સીડીઓ ચઢનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાંદેડમાં કોંગ્રેસ અને શિવસેનાને હરાવવા માટે કમર કસતા થયા. અશોક ચવ્હાણ અને ઉદ્ધવ  ઠાકરે ઉપર સણસણતા પ્રહાર કરતા મુખ્ય પ્રધાન  ફડણવીસે વાતાવરણ કલમાંકિત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે ૮૧ બેઠકોની નાંદેડમાં મતગણતરી શરૃ થતા પરિણામો આવ્યા ત્યારે મોદી-ફડમવીસનો 'વિજય રથ' રપોકવમાં નાંદેડમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અને સાંસદ અશોક ચવ્હાણ સંપૂર્ણ સફલ થયા હતા.

૨-૧૪માં લોકસભાના ચૂંટણીમાં સંપૂર્ણ ભારતભરમાં નરેન્દ્ર મોદીની લહેર હતો, પણ ે મોદી લહેલમાં પણ નાંદેડમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હામ ચૂંટાઈ આવ્યા હતા. એટલું જ નહીં તો હિંગોલીની લોકસભા બેઠક રાહુલ ગાંધીએ એનસીપી પાસેથી માગી લઈને અખિલ ભારતીય યુવક કોંગ્રેસના અધ્યક્ષ રાજીવ સાતવ પણ ચૂંટાઈ આવ્યા. ૨૦૧૪નો વિધાનસભા ચૂંટણીમાં અશોક ચવ્હાણ પત્ની અમિતાબહેન ચવ્હાણે મરાઠવાડા અને નાંદેડમાં કોંગ્રેસની બેઠક જાળવી રાખી હતી.
 

Post Comments