Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દર મહિને રસ્તાના સમારકામનું નિરીક્ષણ કરીને હાઈ કોર્ટ સમયપત્રકના પાલનની તકેદારી લેશે

- તમામ એજન્સીઓની બોલાવેલી બેઠકમાં સંકલન કરીને ઉકેલ લાવવા નિર્દેશ

મુંબઈ,તા.૨૦ સોમવાર 2017

શહેરમાં રસ્તાના સમારકામની પ્રગતિનું દર મહિને હાઈકોર્ટ નિરીક્ષણ કરશે, એમ તાજેતરમાં કોર્ટે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ વી.એમ. કાનડેની બેન્ચ સમક્ષ રસ્તા પરના ખાડા સંબંધી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી.

તાજેતરમાં જજોની કોન્ફરન્સ રૃમમાં યોજાયેલી વિશેષ સુનાવણીમાં વિવિધ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ હાજરી આપી હતી. રસ્તા પરના ખાડાના સમારકામ માટે લેવામાં આવી શકનારા પગલાંનું નિરૃપણ કરવામાં આવ્યું હતું.મુંબઈ મહાપાલિકા, એમઅમેઆરડીએ, જાહેર બાંધકામ ખાતા, એમએસઆરડીસી, નવી મુંબઈ મહાપાલિકા, થાણે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસે આ બેઠકમાં હાજરી આપી હતી.

વિવિધ અજેન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાય એની તકેદારી માટે આ બેેઠક લેવાઈ હતી. દર ચોમાસામાં રસ્તા પર પડતા ખાડાની સમસ્યા ઉકેલવાનો પણ અકે હેતુ આ બેઠકનો હતો.

સુનાવણીમાં મુંબઈ મહાપાલિકાના એડિશનલ કમિશનર સંજય દેશમુખે કોર્ટ સમક્ષ રજૂઆત કરીને મુંબઈમાં કયા રસ્તાને જાળવવાની કોની જવાબદારી છે એની સમજણ આપી હતી.

હાલ હાાથ ધરાયેલા પ્રોજેક્ટના કામ અનેે ચોમાસા પૂર્વે લેવાયેલા સાવચેતીના પગલાાં વિશેે જાણકારી આપી હતી. રસ્તાની હાલત સુધારવા લેવાયેેલા પગલાંની પણ તેમણે જાણકારી આપી હતી.

પાલિકા, જાહેર બાંધકામ અને ટ્રાફિક પોલીસે ખાતરી આપી હતી કે મોટાભાગના રસ્તાનું સમારકામ ચોમાસા પૂર્વે કરી દેવાશે. કોર્ટે ત્યાર  બાદ દર મહિને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે અને ઓથોરિટી દ્વારા સમયપત્રક જાળવવામાં આવે છેકે નહીં તેેની તકેદારી લેશે.

ટ્રાફિક પોલીસે ચોક્કસ સમયે ચોક્કસ રસ્તા પર મોટાપાયે હાથ ધરવામાં આવનારા સમારકામની એડવાન્સમાં નોટિસ આપવી જોઈએ. જેથી લોકો એ માર્ગ વાપરવાનું ટાળી શકે.વિદેશમા ખાડા પૂરવા માટે વાપરવામાં આવતા સાહિત્યને તપાસીને પાલિકાએ તેનો અમલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સરકારને પણ તમામ અજેન્સીઓ સાથે સંકલન કરીને રસ્તા સમારકામના સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ એમ જણાવ્યું હતું.
 

Post Comments