Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોરીવલી આરટીઓ આરે કોલોનીમાં ખસેડવા વિચારણા : ૪૦૦ વૃક્ષોના નિકંદનની શક્યતા

- ટેસ્ટ ટ્રેક તથા આરટીઓની ઓફિસો માટે મુંબઇનાં ફેફસા સમાન કોલીનીની ચાર એકર જમીન લેવા વિચારણા

મુંબઇ તા.૧૩ જૂન 2018, બુધવાર

પર્યાવરણની દ્રષ્ટિએ મુંબઇનાં ફેફસાં ગણાતી આરે કોલોનીની હરિયાળી વચ્ચે ડ્રાઇવિંગ તથા વાહનોના ટેસ્ટ માટેના ટ્રેક સાથે આરટીઓની નવી ઓફિસ બાંધવા સરકાર વિચારે છે. આ સાથે આરે કોલોનીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર (માળખાકીય સુવિધાઓ) માટેનાં બાંધકામ કરવા સામે નાગરિકો અને પર્યાવરણવાદીઓનો રોષ ઓર ભભૂકી ઉઠ તેવી શક્યતા છે.

પરિવહન ખાતાના પ્લાન મુજબ બોરીવલી રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) માટે કામકાજ તથા ટેસ્ટ ટ્રેક તૈયાર કરવા મોટા પ્લોટની જરૃર છે. આ આરટીઓની ઓફિસો માટે શેડ જેવા બાંધકામ માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આ માટે પરિવહન ખાતું આરે કોલોની પાસેથી ફૂટબોલની રમતનાં ત્રણ મેદાન જેટલી  અર્થાત ચાર એકર જમીન લીઝ (ભાડા પટે) પર લેવા વિચારે છે.

જો આ યોજના અમલમાં મૂકાય તો આરે કોલોનીનાં ૩૫૦ થી ૪૦૦ વૃક્ષોનો ભોગ લેવાવાની પૂરી શક્યતા છે. પર્યાવરણ વાદી કાર્યકરોના અંદાજ મુજબ આ વર્ષે મુંબઇમાં વિકાસલક્ષી પ્રોજેક્ટોના કામકાજમાં લગભગ ૧૨ હજાર વૃક્ષોનો ખો નીકળી ગયો છે.

હાલમાં,  દહિસરના કાન્ડરપાડા ખાતે એક એકર જમીનમાં બોરીવલી આરટીઓની  ઓફિસો છે અને મોટા ભાગની જમીન જપ્ત કરાયેલાં વાહનોથી રોકાયેલી છે.

યોજના મંજૂર થતાં જ બોરીવલી આરટીઓ આરે, ગોરેગાંવમાં ખસેડવામાં આવશે. આ આરટીઓના કાર્યક્ષેત્રમાં ગોરેગાંવથી દહિસર સુધીનો વિસ્તાર છે અને તેના દ્વારા એમએચ-૪૭ હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.

આરે કોલોનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નાથું રાઠોડે જણાવ્યું હતું કે અમને આરટીઓ માટે એ ભિન્ન દરખાસ્તો મળી છે જે અમે સરકારને મોકલી આપી છે અને તે વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે.

Post Comments