Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ ચૂંટણી જીતે છે અને પેટા ચૂંટણી હારે છે : ઉદ્ધવ ઠાકરે

- કમળ પક્ષના વિજયને શિવસેના સાંખી નથી શકતી

- ઇવીએમને બદલે બેલટ પેપરની ચૂંટણી યોજવાની આપી વણમાગી સલાહ

- ચૂંટણી જીતે છે અને પેટાચૂંટણી હારે છે : પાલઘર તો અમે જ જીતીશું : ઉદ્ધવ ઠાકરે

મુંબઇ, તા.૧૫ મે 2018, મંગળવાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી તરીકે મેળવી ત્યારબાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ, કોંગ્રેસ સાથે જીત મેળવનાર બધાનું અભિનંદન કર્યું તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના (ઇવીએમ) બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી લઇને ભાજપે લોકોની શંકા દૂર કરવાની માંગણી કરી.

આજે સવારે કર્ણાટક વિધાન સભાની ચૂંટણીની ગણતરી શરૃ થઇ અને ક્યારેક ભાજપા ક્યારેક કોંગ્રેસ આગળ એમ કરતા કરતા બપોરે ૧૦૮ બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, સૌથી મોટી પાર્ટી તરીકે આગળ આવી અને સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ૨૨૪માંથી માત્ર ૭૭ બેઠકો મળી અને બીજા નંબરે સમાધાન કરવું પડયું. ત્યારબાદ દેશમાં બધા નેતાઓ અને પાર્ટીના પ્રમુખોની પ્રતિક્રિયાઓ આવવાને શરૃઆત થઇ.

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ ઉપર વિસ્તારથી પ્રતિક્રિયા આપી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે જે જીત્યા એમનું અભિનંદન પછી એમાં ભાજપ હસે અથવા કોંગ્રેસ પણ હશે. હવે એવા દિવસો છે કે કોઇએ પણ ચૂંટણીના અંદાજ વ્યક્ત કરવા ખોટી વાત છે કારણ એ અંદાજ બધા જુઠ્ઠા સાબિત થાય છે. જે કોઇ ત્યાં (કર્ણાટકમાં) સત્તામાં બેસશે એમને સન્માન આપવો જોઇએ.

ભારજીય જનતા પાર્ટીની જીતનો અશ્વમેઘ ચૂંટણીમાં દેખાય છે ચૂંટણી ભાજપ જીતે છે અને પેટા ચૂંટણી હારે છે, એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ આગળ ઉમેર્યું કે, પાલઘર તો અમે જ જીતીશું, વનગા પરિવારની અવહેલના થઇ છે. આ પરિવારને ન્યાય અપાવવા માટે અમે આ ચૂંટણી લડીશું.

જે રાજ્યોએ ભાજપની ચૂંટણીઓનો અનુભવ લીધો છે તેઓને સાચુ શું છે એની જાણ થશે. જો ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે તો એકવાર ફેંસલો થઇ જવા દો અને બેલેટ પદ્ધતિથી મતદાન થવા દો. એટલે વિરોધીઓ પણ શાંત થશે એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું.

કર્ણાટકની જનતાને શુભેચ્છાઓ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે રાજ્યોમાં ભાજપની વહિવટ ના હતી ત્યાં એમને સફળતા મળી પણ જે રાજ્યોમાં લોકોને ભાજપની વહિવટનો અનુભવ છે એમનું મંતવ્ય અલગ હોઇ શકે. લોકો જોતો હશે હવે આ લોકોનો પણ અનુભવ લઇને જોઇએ એવું એમને લાગતું હશે. ચૂંટણીના અંદાજ ચૂકી જાય છે એટલે હવે લોકો અંદાજનું કોઇ સાહસ કરશે નહીં.

ચૂંટણીઓ ફરીથી બેલેટ પેપર દ્વારા લેવામાં આવશે એવું હવે ભાજપે જાહેર કરવું એટલે લોકોની શંકાઓ દૂર થશે એવો ઉદ્ધવે  પુનચ્ચાર કર્યો.

Post Comments