Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભીમા કોરેગાંવના રમખાણ પાછળ ભાજપ અને આરએસએસનો હાથ

- અરવિંદ કેજરીવાલનો સણસણતો આરોપ

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

બે સમાજમાં ઝઘડો લગાડવો અને રાજકારપણની રોટલી સેકવી એવી ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ છે અને ભાજપનો ઇતિહાસ જ માત્ર રમખાણનો છે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જ ભીમા- કોરેગાંવના રમખાણ પાછળ હાથ છે, આવા સણસણતા આરોપ આમઆદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કર્યો.

દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા અને એમણે છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી રાજમાતા જીજાબાઇના જન્મજયંતિના નિમિત્તે બુલડાણા જિલ્લાના સિંદખેડ રાજાના ઠેકાણે જઇને રાજમાના જીજાબાઇના જન્મભૂમિને વંદન કર્યું. ત્યાં જ અરવિંદ કેજરીવાલે 'મહારાષ્ટ્ર સંકલ્પ' રેલીને સંબોધિત કર્યું અને ભારતીય જનતા પાર્ટી  ઉપર ટીકાના પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્ર સંકલ્પ રેલીના માધ્યમથી અરવિંદ કેજરીવાલે આવતા વર્ષે આવતા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું હતું.

અંગ્રેજોએ ભારત ઉપર તોડો અને રાજ કરો આવી નીતિ અપનાવીને રાજ કર્યું. પાકિસ્તાનની નિર્મિતી એમાંથી જ થઇ. પાકિસ્તાનનું ભારતમાં શાંતતા ભંગ કરવાનું ૭૦ વર્ષથી ચાલતું સપનું માત્ર ત્રણ વર્ષમાં ભાજપે પૂર્ણ કર્યું, એવી કહીને અરવિંદ કેજરીવાલે 'આમ આદમી પાર્ટી' તરફથી અન્ન, વસ્ત્ર, નિવાસ, આરોગ્ય, શિક્ષણ આ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ અમે મેળવીને જ રહીશું એવી જાહેરાત કરવામાં આવી.

દિલ્હી સરકારે મહાત્મા જ્યોતિ બા ફુલે અને સાવિત્રીબાઇ ફુલે એમના શિક્ષણનો વારસો લીધો છે, ચલાવ્યો છે ૪૦ હજાર કરોડ રૃપિયાનું બજેટ હોવા છતા આપ સરકાર બધાને મફતમાં ભણતર આપે છે. મહારાષ્ટ્રમાં પણ ૩ લાખ કરોડ રૃપિયાનું બજેટ હોવા છતા સરકારી સ્કૂલો વેંચવા કાઢી હોવાનો ટોણો પણ અરવિંદ કેજરીવાલએ લગાવ્યો. ખેડૂતોના દેવામાફીની જાહેરાત છત્રપતિ શિવાજી મહારાજનું નામ લઇને કરવામાં આવી. પણ એનો અમલ હજીએ થયો નથી.

દિલ્હીમા સત્તામાં આવીને ત્રણ મહિના થયા હતા. વરસાદે સંપૂર્ણ પાક ધ્વસ્ત કર્યો ત્યારે બધી જાણકારી લઇને માત્ર ૩ મહિનામાં હેક્ટર દીઠ ૫૦ હજાર રૃપિયાની સહાયતા કરી. દેશભરમાં ડો. સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરાવની માગણી પણ કેજરીવાલે કરી. ભાજપે છત્રપતિ શિવાજી મહારાજ અને રાજમાના જીજાબાઇના સપના ધ્વસ્ત કર્યા હોવાનો આરોપ પણ અરવિંદ કેજરીવાલે કર્યો.

Post Comments