Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપની ઘરભેગા થવાની સફર શરૃ થઈ છે: અશોક ચવ્હાણ

- નાંદેડની જીતથી કોંગ્રેસને સંજીવની

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

૨૦ પ્રભાગોમાંથી આવેલા ૮૧ બેઠકોમાંથી ૭૦થી પણ વધારે બેઠકો કોંગ્રેસ જીતીને ભાજપને બરાબરનો 'હાથ' બતાવવા મરણપંથે લાગેલા  કોંગ્રેસને આ એક મહાપાલિકાની જીત એટલે  સંજીવની જેવી  લાગે છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સાંસદ અશોક ચવ્હાણે  નાંદેડની જીત  કોંગ્રેસના  સર્વેસર્વા  સોનિયા ગાંધીને અર્પણ કરતા  હવે ભાજપને ઘર ભેગા થવાની સફર શરૃ થઈ ગયો હોવાથી  ટકોર લગાવી છે.

મુંબઈમાં પત્રકાર પરિષદ સંબોધતાં નાંદેડ-વાઘાળા મહાપાલિકાની સફળતાના શિલ્પકાર અશોક ચવ્હાણે  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપની લ લકેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર ટીકાના સણસણતા  પ્રહાર કર્યા. અતિશય ઉલ્હાસભેર વાતાવરણમાં દેખાતા અશોક ચવ્હાણે ભાજપની  સરકારે ટોલ, નોટબંધી, જીએસટી  આવા લીધેલા નિર્ણયોનો લોકોએ મતપેટીમાંથી  પોતાનો વિરોધ અને અસંતોષ દાખવી દીધો હોવાનું  કહ્યું તેમજ  સોશિયલ  મીડિયાના  માધ્યમથી   લોકોમાં  ગેરસમજ  ફેલાવનાર  ભાજપને લોકોએ અરીસો દાખવી દીધો  હોવાનું જણાવી દીધું.

સરપંચ અને ગ્રામ પંચાયતની  ચૂંટણીઓ પાર્ટીના  સિમ્બોલ ઉપર થતી ના હોવાથી ૧૦૬૭ સરપંચ કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હોવાનો દાવો કર્યો. ભાજપે નાંદેડના કોંગ્રેસના ૧૭ નગરસેવકો  ભાજપમાં લીધા પણ લોકોએ એ બધા  પક્ષપલટુઓને હરાવી દીધા અને તોડફોડની  ભાજપની  રાજનીતિને તમાચો માર્યો હોવાની પ્રતિક્રિયા  પણઁ અશોક ચવ્હાણે વ્યકત કરી.

વિરોધીઓને પણ જડબેસલાક જવાબ
મહારાષ્ટ્ર પ્રદેશ  કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચતવ્હાણને બદલવાની માંગણી કરનારા  સતીશ ચતુર્વેદી,  ડૉ. નિતીન રાઉતે આણિ મંડળીને   આ પરિણામે જડબેલવાર  જવાબ આપી દીધો હોવાનિં કહેવાય છે.  અશોક ચવ્હાણે આ જીત  સોનિયા ગાંધીને અર્પણ કરી છે.

Post Comments