Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુંવારી માતાએ બાળકના બર્થ સર્ટિફિકેટમાં જૈવિક પિતાનું નામ ખાલી રાખવા હાઈકોર્ટમાં અરજી કરી

- ટેસ્ટ ટયુબ દ્વારા અવતરેલી બાળકીના કેસમાં અરજદારને પાલિકાએ પરવાનગી નકારી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

જન્મ પ્રમાણપત્રમાં પોતાની બાળકીના જૈવિક પિતાનું નામ લખવાની પાલિકા ઓથોરિટી દ્વારા ફરજ પાડવામાં આવે નહીં એવી દાદ માગતી અરજી ૩૧ વર્ષની અપરિણીત મહિલાએ કરેલી અરજીમાં બોમ્બે હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકાને જવાબ નોંધાવવા જણાવ્યું છે. નાલાસોપારામાં રહેતી અરજદાર અપરિણીત મહિલા છે અને તેણે ઓગસ્ટ ૨૦૧૬માં ટેસ્ટ ટયુબ પદ્ધતિથી અકે બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકીના બર્થ સર્ટિફિકેટમાં પિતાના નામની જગ્યા ખાલી રાખવાની પરવાનગી આપપવા રજિસ્ટ્રેશન ડિપાર્ટમેેન્ટને તેણે વિનંતી કરી હતી. આ વિનંતી સ્વીકારવામાં નહીં આવતાં તેણે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈ  કોર્ટે ગત ડિસેમ્બરમાં પાલિકાને નોટિસ આપી હતી,પરંતુ હજી જવાબ નોંધાવાયો નથી. અરજદારે ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંક્યો હતો જેમાં માતાને બાળકના જૈવિકપિતાનું નામ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે નહીં.

ન્યાયમૂર્તિ એ. એસ. ઓક અને દેશમુખની બેન્ચે પાલિકાને બે સપ્તાહમાં જવાબ નોંધાવવાની છેલ્લી તક આપી છે. દરમ્યાન અન્ય એક ૨૨ વર્ષની અપરિણીત માતાએ કરેલી અરજી પર કોર્ટે તેના જૈવિક પિતાને કોર્ટમાાં આગામી સુનાવણી વખતે હાજર રહેવા જણાવ્યું છે. અરજીમાં મહિલાએ નવેમ્બર ૨૦૧૩માં થયેલા લગ્નથી એક બાળકને જન્મ આપ્યો હતો.

માતાએ બાળકના બર્થ સર્ટિફિકેટમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢી નાખવાની પરવાનગી ઈચ્છતી અરજી કરી છે. પાલિકાએ જોકે પરવાનગી આપવાનો ઈનકાર કરીને જણાવ્યું હતું કે પાલિકાને માત્ર ક્ષતિ સુધારવા માટે જ બર્થ કે ડેથ સર્ટિફિકેટમાં સુધારો કરવાની કાયદામાં પરવાનગી છે. આ કેસમાં પાલિકાએ કોર્ટને જણાવ્યું હતું કે જન્મ વખતે અરજદારે પિતાના નામ અને વ્યવસાય આપવાની ઈચ્છા બતાવી હતી. આ અંગે વિચાર બદલાયો હોવા માત્રથી સુધારા વધારા થઈ શકે નહીં. આથી કોર્ટેે બાળકના જૈવિક  પિતાને બોલાવીને નામ કાઢવામાં તેની સંમતિ છે કે નહીં એની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે.

Post Comments