Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેસ્ટના ખાનગીકરણના વિરોધમાં આજે મધરાતથી ચક્કા જામ

- કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમય

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

બેસ્ટ ઉપક્રમના ખાનગીકરણના વિરોધમાં આવતીકાલ મધરાતથી એટલે કે ૧૫ ફેબુ્રઆરીથી બેસ્ટની બસના ચક્કા જામ થશે. મુંબઇગરાની બીજી લાઇફ લાઇન મનાતી બેસ્ટની બસના કર્મચારીઓ બે મુદત હડતાળ પર ઉતરતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.

બેસ્ટ ઉપક્રમ ૪૫૦ બસ ખાનગી કોન્ટ્રાક્ટર મારફતે દોડાવવાના પ્રસ્તાવને સોમવાર બેસ્ટ સમિતિની બેઠકમાં સર્વ રાજકીય પક્ષના સભ્યોએ એકમતે લીલી ઝંડી આપી હતી. આના કારણે ૭૩૫૬ કર્મચારીઓના હોદા પરથી હટાવવામાં આવશે. આગામી દિવસોમાં તમામ બસો ભાડે લેવાશે અને તમામ કર્મચારીઓની નોકરી ભયમાં મૂકાઇ છે. એટલે બેસ્ટના ખાનગીકરણના વિરોધમાં આવતીકાલે મધરાતથી કર્મચારીઓ બે મુદત હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે, એમ બેસ્ટ કામગાર કૃતિ સમિતિના શંશાક રાવે જણાવ્યું હતું.

બેસ્ટ ઉપક્રમ ૪૫૦ બસ ખાનગી કોન્ટ્રાક્ટર પાસે બસ ભાડેથી લેવાશે. એમાં ૨૦૦ નોન એસી. મીની બસ, ૨૦૦ એસી મીની બસ અને ૫૦ મીડી બસ સમાવેશ થાય છે. આ બસ ૭ વર્ષ માટે ભાડે લીધી છે. તે માટે ૬૧૨ કરોડ રૃપિયાનું ભાડુ આપવામાં આવશે. એટલે કે બેસ્ટ દર મહિને સાત કરોડ રૃપિયા ભાડુ ચૂકવશે.

આ ભાડાની બસમાં બેસ્ટના કન્ડક્ટર હશે તે ભાડુ ઉઘરાવશે. ઇંધણ ડ્રાઇવર, મેઇનટેન્સ, તથા વીમો ખર્ચ પણ ખાનગી કોન્ટ્રાક્ટરો રહેશે. માત્ર બેસ્ટ ઉપક્રમ તેઓને પાર્કિંગ માટે ચાર બસના ડેપો આપશે. બેસ્ટના જનરલ મેનેજર  સુરેન્દ્ર બાગડેએ જણાવ્યું હતું કે બસ ખાનગી કોન્ટ્રાક્ટર પાસેથી લેવાથી બેસ્ટ ઉપક્રમને શૂન્ય મેઇનટેન્સ ખર્ચ રહેસે. અત્યારે વર્ષે ૧૦૦ કરોડ રૃપિયાથી વધુ ખર્ચ આવે છે. જો ખાનગી બસ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થિત બસની સેવા નહિ આપે તો દિવસના ૫ હજાર રૃપિયા મુજબ દંડ વસુલ કરાશે.

Post Comments