Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રાદ્ધપક્ષ પછી નારાયણ રાણે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની શક્યતા

(વિશેષ પ્રતિનિધિ)     મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
મહારાષ્ટ્રના માજી મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ ૨૬ જુલાઈ ૨૦૦૫માં આવેલા મુંબઈના કેસ  દરમિયાન શિવસેનાની સીમાઓ ઓળંગીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. હવે વર્તમાન શ્રાદ્ધ પક્ષ પ્રણ થાય કે તરત જ કોંગ્રેસમાંથી સીલોલ્લંધન કરીને ભારતીય જનતા પાર્ટી તરફ આગેકૂચ કરશે, એવું એમના કોંકણના નિકટવર્તીઓ તરફથી જાણવા મળે છે.

શ્રાદ્ધપક્ષ પતે કે ૨૨ સપેટમ્બર, ૨૦૧૭ના દિવસે નારાયણ રાણે જાહેરમાં પોતાની રાજકીય ભૂમિકા રજૂ કરશે, એવું જાણવા મળે છે. રત્નાગિરી અને સિંધુદુર્ગમાં નારાયણ રાણેએ કોંગ્રેસમાં એમના સાથે જોડાયેલા સમર્થકોનો મેળાવડો લઈને રાણેએ કાર્યકર્તાના સમર્થકો સાથે સંવાદ સાંધતા પોતાની રાજકીય યાત્રા સંદર્ભમાં ચર્ચા કરી.

રાણે સમર્થોએ રાણેને તમે જે ભૂમિકા લેશો એ અમને મંજૂર રહેશે એવી બાંહેધરી આપી હોવાના કારણે હવે રાણે પિતૃ પક્ષ બાદ શ્રાદ્ધ પક્ષ પછી રાજકીય ધડાકો કરશે અને અસંખ્ય સમર્થકો સાથે રાજકીય  સંબોધન કરી ભાજપમાં પ્રવેશ કરશે એવું જાણવા મળે છે. સિંધુદુર્ગ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ દત્તા સામંત અને એમના સાથીઓએ રાણેની ભૂમિકાને સાથ આપવાનો નિર્ણ. કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું. બીજી તરફ માજી કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ નારાયણ રાણે કોંગ્રેસમાં બહાર જશે નહીં એવો વિશ્વાસ બોલી બતાવ્યો છે.

Post Comments