Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરે મેટ્રો કારશેડના વિરોધમાં અભિનેત્રી શબાના આઝમી મેદાનમાં

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

આરે કોલોનીમાં થનારા મેટ્રો થ્રીના કારશેડના વિરોધમાં અભિનેત્રી શબાના આઝમીએ વિરોધ દશાવ્યો છે. આ કારશેડ માટે આરે કોલોનીમાં અંદાજે ૩૫૦૦ ઝાડોનુ નિકંદન કરવામાં આવશે. એટલાં માટે વિરોધનો અવાજ ઉઠાવવાનુ તેમણે આહવાન પણ કર્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ મેટ્રો  રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અશ્વીની ભિડેને આરે કોલોનીની બદલે બીજે કારશેડ માટે બીજી જગ્યા શોધવાની માગણી માટે શબાના આઝમીએ એક ઝુંબેશ શરૃ કરી છે.

ટવિટરના માધ્યમથી શબાના આઝમીએ વિરોધ વ્યક્ત કરી જણાવ્યું છે કે આરે કોલોનીમાં જંગલ છે. જો અવાજ ઉઠાવ્યો નહીં તો મેટ્રો કારશેડ માટે આ જંગલમાં ૩૫૦૦ ઝાડનુ નિકંદન કરાશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ્રઅને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને બીજી જગ્યા શોધવાનુ જણાવાય. આ ઝુંબેશમાં સહભાગી થવા માટે ૦૮૦૩૦૬૩૦૯૫૯ પર મિસ્ડ કોલ આપો.

કોલાબાથી સીપ્ઝ દરમિયાન દોડતી મેટ્રો થ્રીના માર્ગ પર આરે કોલોનીમાં જંગલની જગ્યાનો વિવાદનો વિષય છે. કોલાબા-બાંદરા-સીપ્થ એ ૩૩ કિલોમીટરનો કોરિડોર આ મુંબઈનો પહેલો અન્ડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ છે. પરંતુ આ પ્રકલ્પને લીધે ગિરગામ, દાદર વિસ્તારના લોકો વિસ્થાપિત થશે અને કારશેડને લીધે આરે કોલોનીમાં ઝાડને હાનિ પહોંચશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

Post Comments