Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્લ્યુ મૉન્ડ ઇમારતમાં લાગેલી ભીષણ આગ ૩૬મા માળે રહેતી દિપિકા પાદુકોણ હેમખેમ

- અભિનેત્રીએ ચાહકોને ટ્વિટ કરીને જાણકારી આપી આ ઇમારતમાં તે બે ફ્લેટ ધરાવે છે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.૧૩ જૂન 2018, બુધવાર

પ્રભાદેવી, સ્થિત અપ્પાસાહેબ  મરાઠે માર્ગ પર આવેલી બ્યૂ મોન્ડ ઇમારતના ૩૨ અને ૩૩ માળના ધરાવતા પેન્ટ હાઉસમાં આજે બપોરે ૨.૦૦ વાગે ભીષણ આગ લાગી હતી. આ ઇમારતમાં હિન્દી ફિલ્મોની અભિનેત્રી દિપિકા પાડુકોણનો ફ્લેટ આવ્યો છે.

ઇમારતમાં આગ લાગતા દિપિકા ક્યાં છે એવી ચિંતા તેના ચાહકોને થઇ હતી. પરંતુ દિપિકા શૂટીંગ નિમિત્તે બહાર હોવાથી તે સુખરૃપ હતી.

પોતે સુખરૃપ હોવાની માહિતી આપતી ટ્વિટ કર્યું હતું. આગ બુઝાવવા માટે અગ્નિશમન દળના જવાનો જાન જોખમે કામગીરી કરે છે. તેઓ માટે પ્રાર્થના કરવી જોઇએ તેવું કહ્યું હતું.

આ ઇમારતમાં દિપિકા પાડુકોણના બે ફ્લેટ છે. એક ફ્લેટ ૨૬મા માળે છે અને બીજો ફ્લેટ ૩૦મા માળે છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઇમારતમાં અનેક ઉદ્યોગપતિ તેમજ નામાંકિતોના ફ્લેટ આવેલા છે.

Post Comments