Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસઈની લેધર ફૂટવેરની ફેક્ટરીમાં ભીષણ આગ : એક કર્મચારીનુ મોત

મુંબઈ, તા. ૧૬ મે 2018, બુધવાર

વસઈમાં આજે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં એક કર્મચારીનુ મૃત્યુ થયું હતું. વસઈ પૂર્વના સાતોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી લેધર કંપની યુનિટમાં આજે સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. અહીં પ્યોર લેધર ફૂટવેર તથા અન્ય વસ્તુનુ મેનુફેક્ચરીંગ થાય છે અને માલ નિર્યાત પણ કરાય છે. કંપનીની હેડ ઓફિસ અંધેરી પૂર્વમાં આવેલી છે. આગ બુજાવવા પાંચ અગ્નિશામક દળની ગાડી અને બે વોટર ટેન્કર ઘટનાસ્થળે પહોયંચ્યા હતા.

વસઈના ચીફ ફાયર ઓફિસર દિલીપ પાલવે જણાવ્યું હતું કે અમને આજે સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો અને અમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને કાબૂમાં લેતાં બે કલાક થયા હતા. આગ લાગવાનુ કારણ જણાઈ આવ્યુ નહોતુ. આ બનાવની વસઈ પોલીસ તપાસ કરી રહી છે.

કુલીંગ ઓપરેશન દરમિયાન અગ્નિશામક દળના અધિકારીને એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કર્મચારી આગના લપેટમાં આવી ગયો હોવાનુ લાગયુ હતું અને તેની ઓળખ થઈ શકે એમ નથી. હવે ડીએનએ ટેસ્ટીંગ માટે મોકલાવાઈ રહ્યુ છે. કર્મચારી યુનિટમાં સૂઈ રહ્યો હતો. ત્યારે આગ લાગી હતી. આગ લાગી ત્યારે રાતના ડયુટી કરી રહેલાં સુરક્ષા ગાર્ડ અને પીડિત જ હાજર હતા. પરંતુ ગાર્ડ ઓફિસની બહાર ડયુટી કરતો હોવાથી તે બચી ગયો હતો. ફેક્ટરી દિવસમાં ચાલુ હોવાથી અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી.

Post Comments