Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭૭ વર્ષ જૂની તાતા હૉસ્પિટલની ઈમારત તોડી પડાશે

- પાસેના પ્લોટમાં ૬૦૦ પલંગની નવી હૉસ્પિટલ ઊભી કરાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,  તા.૧૫ એપ્રિલ 2018, સોમવાર

પરેલ સ્થિત ટાટા મેમોરિયલ હૉસ્પિટલ (ટીએમએચ)ની ૧૯૪૧માં બંધાયેલ મુખ્ય ઈમારતનું બાંધકામ નબળું પડી ગયું હોઈ તે આગામી પાંચ વર્ષમાં તોડી પડાશે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટના સહયોગથી બનાવાયેલ આ ભારતની સૌપ્રથમ કેન્સરની હૉસ્પિટલ હતી.

પ્રાપ્ત વિગતાનુસાર, જૂની ઈમારતમાં ઓપીડી, કેસ્યુલ્ટી વિભાગ, રેડિયોથેરાપી કેમિસ્ટ શોપ, આઈસીયુ, ઓપરેશન થિયેટર, પ્રાઈવેટ અને સામાન્ય વોર્ડ તેમજ ઓન્કોલોજી વિભાગની ઓફિસો અને ડાયરેક્ટરની ઓફિસ પણ છે.

હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્સરની સારવાર માટે નવા મશીનો લાવવામાં આવ્યા ત્યારે બિલ્ડીંગમાં થોડાઘણાં સુધારકામ કરાયા હતા. પાલિકા અધિકારી તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયરોએ પણ આ ઈમારતનું પરીક્ષણ કર્યું હોઈ આ બિલ્ડીંગની ક્ષમતા હવે પૂર્ણ થઈ હોવાનું જણાયું છે.

જોકે પાસેના પ્લોટમાં ટીએમએચ ૬૦૦ પલંગની સુવિધાવાળી હૉસ્પિટલ ઊભી કરવાની તરફેણમાં છે. તે સાથે જ ત્યાં ધર્મશાળાની વ્યવસ્થા પણ કરાશે. ધર્મશાળાના બાંધકામનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે અને હૉસ્પિટલનું કામ ટૂંક સમયમાં શરુ કરી દેવાશે. આ કામ સંપૂર્ણપણે પૂર્ણ થવા બાદ જ જૂની ઈમારત તોડવામાં આવશે.

માત્ર ભારતમાંથી જ નહીં તો આસપાસના વિસ્તારમાંથી મળી વાર્ષિક ૬૪,૦૦૦ દર્દીઓ આ હૉસ્પિટલની મુલાકાત લે છે. આશરે ૬૦ ટકા દર્દીઓને અહીં પ્રાથમિકોપચાર અપાય છે. જેમાંના ૭૦ ટકા લોકોને મફતમાં સારવાર આપવામાં આવે છે. ૮૦ પલંગ સાથે શરુ થયેલ આ હૉસ્પિટલ હવે ૬૨૯ પલંગ ધરાવતી વિસ્તૃત બની ચૂકી છે. ૬૦૦ પલંગની સુવિધા સાથે ૧૨૦૦ દર્દીની ક્ષમતા આ નવી હૉસ્પિટલમાં હશે.  

Post Comments