Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ-દિલ્હી રૃટ પર ૫૦૦ કિ.મી. લાંબી દિવાલ બાંધવાની યોજના

- ટ્રેનની ઝડપ વધારવા

- યોજના માટે કુલ મળીને પાંચસો કરોડ રૃપિયા ખર્ચવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ, તા. ૧૬ એપ્રિલ 2018, સોમવાર

મુંબઈથી દિલ્હી રેલવે માર્ગ પર મુસાફરી કરવા દરમિયાન કોઈ પણ અવરોધ ન આવે એ માટે ૫૦૦ કિલોમીટરના રૃટ પર રેલવે ટ્રેકની આજુબાજુમાં દિવાલ બાંધવાના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું વરિષ્ઠ અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું.

મુંબઈ-દિલ્હી કોરિડોરને હાઇ-સ્પીડ ઝોનમાં ફેરવવા માટે આ પહેલું પગલું છે અને એક્સપ્રેસ ટ્રેનને પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ગતિએ દોડાવવા માટે ટ્રેકમાં બદલાવ કરવામાં આવશે. એક વખત દિવાલ બાંધવાનું કામ પૂર્ણ થયા બાદ આ કામ હાથમાં ધરવામાં આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું.

હાલમાં આ ટ્રેન રૃટ પર પ્રતિ કલાક ૧૩૦ કિલોમીટરની ગતિએ ટ્રેન દોડાવાય છે. પરંતુ ટ્રેક પર વચ્ચે ઇન્ટરફેસ હોવાને લીધે આ ગતિએ ટ્રેન દોડાવવાનું અમુક અંતર બાદ શક્ય બનતું નથી. બે રાજ્યો વચ્ચે સૌથી ગતિએ દોડતી રાજધાની એક્સપ્રેસ ૧૬ કલાકે પહોંચાડે છે.

રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડે મંજૂરી આપી છે. સંવેદનશીલ વિસ્તાર માટે સર્વે કરવામાં આવશે. અહેવાલ આવ્યા બાદ દિવાલ બાંધવાનું કામ શરૃ કરાશે. આ રૃટ પર શહેરી વિસ્તારમાં અને સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશનો પર ખાસ ફેન્સીંગ કરવામાં આવશે. આને પગલે ટ્રેનની નિયમિતતામાં સુધારો આવશે અને અકસ્માતો પર પણ અંકુશ આવશે.

Post Comments