Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાલબાગના રાજાના મંડળને ૪.૮૬ લાખ રૃપિયાનો દંડ ફડકાર્યો

- રસ્તા પર ખાડા પાડવા બદલ પાલિકાએ

(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા રસ્તા પર પાડેલા ૨૦૦ જેટલા ખાડા બાબતે મુંબઈ મહાનગર પાલિકાએ ૪.૮૬ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.

જોકે ગયા વર્ષે પણ રસ્તાનું નુકસાન કરવા બદલ આ મંડળને ૪.૫ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. તે તેઓએ ભર્યો હતો.

હવે શહેરમાં તમામ ૨૪ વોર્ડમાં ગણેશ મંડળો દ્વારા રસ્તા પર પાડેલા ખાડ તેમ જ રસ્તાનું કરેલું નુકસાન સંબંધે ચકાસણી થઈ રહી છે. પ્રત્યેક ખાડા દીઠ પાલિકા બે હજાર રૃપિયા દંડ ફટકારશે.

જોકે લાલબાગના રાજા સાર્વજનિક મંડલના પ્રમુખ બાળાસાહેબ કાંબળેએ જણાવ્યું હતું કે હજી અમને નોટિસ મળી નથી. જો રસ્તાને નુકસાન થયું હશે તો જરૃરથી દંડ ભરીશું. કારણ કે સામિયાણના લીધે ખાડા પડયા હશે. પરંતુ આ વખતે અમે સાવચેતી રાખી છે. બને ત્યાં સુધી રસ્તા પર પાડેલા ખાડા પૂરી દીધા છે.
પાલિકાના આંકડા મુજબ ૧,૧૬૫ ગણેશ મંડળો છે. તેઓ દ્વારા બંધાતા મંડપ માટે રસ્તા પર ખાડા પાડવામાં આવે છે.

Post Comments