Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રક્ષાબંધનના ખાસ અવસરે ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક માટે અજમાવો આ ટિપ્સ

- આજના શુભ દિવસે પહેરવેશ અને મેકઅપ માટે જાણો ફેશન ડિઝાઇનરની ટિપ્સ

અમદાવાદ, તા. 07 ઓગષ્ટ 2017, સોમવાર 
 
ભાઇ-બહેનના અતૂટ બંધનનો તહેવાર રક્ષાબંધનના દિવસે તમે ચટક રંગના કપડા અથવા હેવી ડ્રેસ પણ પહેરી શકો છો. રક્ષાબંધનના દિવસે તમે ભડકીલા રંગ જેવા  કે રૉયલ બ્લ્યૂ, પેરટ ગ્રીન, ડાર્ક મરૂન, લાલ અને ડાર્ક ગુલાબી રંગનો પહેરવેશ પહેરી શકો છો. મેકઅપ આર્ટિસ્ટ અને ફેશન ડિઝાઇનર અનુસાર ગ્લેમરસ તેમજ સ્ટાઇલિશ લુક મેળવવા માટે કેટલા સૂચનો આપ્યા છે. 
 
- બ્લિંગ અથવા ચમકદાર કુર્તી સાથે તમે ચુડીદાર પહેરી શકો છો અને દુપટ્ટો રાખી શકો છો, સામાન્ય મેકઅપ સાથે કાનમાં હેવી ઇયરરિંગ્સ વધારે સારા લાગશે. 
 
- ફ્યુઝન (ઇન્ડિયન-વેસ્ટર્ન) લુક માટે બ્લિંગ ટૉપ સાથે તમે પ્રિન્ટેડ સિલ્ક સ્કર્ટ પહેરી શકો છો, આ સાથે જ દુપટ્ટો પણ રાખી શકો છો. 
 
- પરંપરાગત પહેરવેશ સાથે વેસ્ટર્ન લુક માટે લાંબુ ગાઉન અને મંગલાપુરી ડ્રેસ અજમાવી શકો છો, તેની સાથે હેવી ઇયરરિંગ્સ અને રસ્ટિક સિલ્વર નેકપીસ પહેરો. 
 
- બ્રાઇડલ ડ્રેસમાં કેટલાક સામાન્ય ફેરફાર સાથે તમે ફરીથી પહેરી શકો છો. 
 
- પ્લેન જૉર્જટ અથવા શિફૉન સાડી સાથે કૉન્ટ્રાસ્ટ કલરનો બ્લાઉઝ પહેરો. જો તમે ચોલી પહેરી રહ્યા છો તો આ સાથે સાંજના ફંક્શન માટે જૉર્જટ અથવા શિફૉનની પહોળી બૉર્ડરવાળી સાડી પહેરો. 
 
- એક્સેસરી તરીકે પાર્ટી ક્લચ લેવાનું ન ચૂકશો. 
 
- દુપટ્ટાને સિમ્પલ બૉર્ડરવાળા સિમ્પલ સૂટ ઉપર લગાવી શકાય છે, સાથે ક્લાસિક વૉચ અને ક્લચ રાખો. દુપટ્ટાને પ્લાઝો પેન્ટ્સ સાથે પણ કેરી કરી શકાય છે. 
 
- ઉપર અને અંદર તરફ લેશલાઇન પર બ્લૂ કાજલ લગાવો અને આઇશેડો ન કરશો, પરંતુ તમે સ્મજ પ્રૂફ કાજલ લગાવી શકો છો. 
 
- નેચરલ લુક માટે ગાલ પર પીચ રંગનો બ્લશ લગાવો અને ગુલાબી રંગનો બ્લશ લગાવવાથી બચો. 
 
- લિપસ્ટિક લગાવવાથી ન ભૂલો, તમે ઇચ્છો તો ન્યૂડ શેડની લિપસ્ટિક પણ લગાવી શકો છો. હોઠ જો રૂખા થઇ ગયા હોય તો પહેલા બામ લગાવી લો. લાંબા સમય સુધી હૉઠ પર લિપસ્ટિક જાળવી રાખવા માટે લિપ ગ્લોસ લગાઓ. મેટ ઑરેન્જ અથવા હળવા ગુલાબી રંગની લિપસ્ટિક લગાવો.  

Post Comments