Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે અજમાવી જુઓ કેટલાક ઘરેલૂ નુસ્ખા

- રાઇસ જેવી ચમકતી ત્વચા મેળવવા માટે તેના પાણીનો ઉપયોગ કરો

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2018, ગુરુવાર 
 
જો તમે પણ ગ્લોઇંગ સ્કિન પ્રાપ્ત કરવા માંગો છો તો આ ટિપ્સ તમને ઉપયોગી સાબિત થશે. તેનાથી તમારી ત્વચા બેડાઘ બનશે. અને તમારી સ્કિન વધારે ગ્લોઇંગ અને કોમળ બનશે. 
 
ગ્રીન ટીનું સેવન ન માત્ર સ્વાસ્થ્ય માટે સારું હોય છે પરંતુ તમારી સુંદરતા પણ વધે છે. ગ્રીન ટી પીવાથી તમારું વજન વધશે નહીં. આ સાથે જ તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-એન્જિંગ જેવા તત્વ હોય છે જે તમારી સ્કિન માટે ફાયદાકારક હોય છે. 
 
ફુદીનાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ફુદીનાના પત્તા તમારા ચહેરાને બેડાઘ બનાવશે. એટલા માટે ફુદીનાના પાંદડાને ક્રશ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવો. 
 
જ્યારે પણ રાઇસ બનાવો ત્યારે તેનું પાણી ફેંકી દેવાની જગ્યાએ ચહેરા પર લગાવો તમારો ચહેરો પણ રાઇસની જેમ ચમકી ઉઠશે. ચોખા ધોતી વખતે તેનું પાણી ફ્રીઝમાં રાખીને થોડીકવાર બાદ રૂથી ચહેરા પર લગાવીને ધોઇ નાંખો. 

Post Comments