Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઑફિસમાં ઓપન સ્પેસ કલ્ચરથી કર્મચારીઓમાં કૉમ્યુનિકેશન ઘટી જાય છે

- મૉર્ડન ઑફિસના ઓપન આર્કિટેક્ચરથી એકબીજા સાથેની વાતચીતમાં 70 ટકા ઘટાડો થાય છે

- સ્પેસ કલ્ચરથી ઇલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશન વધી જાય છે

અમદાવાદ, તા. 09 જુલાઇ 2018, સોમવાર

હાલના કેટલાક વર્ષોમાં વિશ્વની મોટી કૉર્પોરેટ ઑફિસમાં કર્મચારીઓ વચ્ચેના કૉમ્યુનિકેશન ગેપને તોડવા માટે કેટલીય મોટી કંપનીઓ પોતાને ત્યાં ઓપન સ્પેસ ઑફિસ કલ્ચરને પ્રમોટ કરી રહી છે.

બંધ કેબિનથી ટેલી કૉમ્યુનિકેશનને ઓછું કરવા માટે કંપની આ કલ્ચરને પ્રમોટ કરી રહી છે.

મોટાભાગે એવું જોવામાં આવે છે કે મોબાઇલ, ઇન્ટરનેટ અને ટેલી કૉમ્યુનિકેશનના કારણે કર્મચારી પરસ્પર પ્રત્યક્ષ કૉમ્યુનિકેશન કરતા જ નથી.

એવામાં ટીમ વર્ક અને ક્રિએટિવ આઇડિયા વિકસિત થઇ શકતા નથી. આ કલ્ચરને ઑફિસમાં ઇનિશિએટિવ લીડરશિપને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે કે હકીકતમાં આવું કંઇ જ થતું નથી. એથોન બર્ન્સ ટીન તેમજ સ્ટીફન ટર્બને કૉર્પોરેટ ઑફિસની સ્ટડી બાદ જણાવ્યું છે કે મૉર્ડન ઑફિસના આધુનિક ઓપન આર્કિટેક્ચર પરસ્પર પ્રત્યક્ષ વાતચીતને 70 ટકા ઘટાડી દે છે જેનાથી ઇલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશન વધી જાય છે.

રિસર્ચ ટીમે કર્મચારીઓના શરીર પર હાઇ ટેક ટ્રેકિંગ ઉપકરણ, સોશિયો મેટ્રિક બેચ લગાવીને ખુલ્લી જગ્યા પર બેચ લગાવીને ખુલ્લી જગ્યા પર બેસવાના 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી તેમણે નોટિસ કર્યુ.

બંધ રૂમમાં કામકાજ દરમિયાન કર્મચારીઓએ એકબીજા સાથે 5.8 કલાક વાતો કરી. જ્યારે ખુલ્લી જગ્યાએ ઑફિસમાં આ સમય મર્યાદા ઘટીને 1.7 કલાક જ રહ્યો હતો.

આ દરમિયાન ઓપન સ્પેસ કર્મચારીઓમાં 56 ટકા ઇમેલ અને 67 ટકા ઇન્સટન્ટ મેસેજ વધારે મોકલ્યા જે સામાન્ય મેસેજની સરખામણીમાં 75 ટકા વધારે હતા.

Post Comments