Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણા મિત્રો જીવનને જ નહીં પરંતુ મગજને પણ તંદુરસ્ત રાખી શકે છે

- વધારે મિત્ર અને સામાજિક વર્તણૂંક વધવાથી મગજ સુરક્ષિત રહે છે

અમદાવાદ, તા. 14 જૂન 2018, ગુરુવાર

વધારે મિત્ર હોવા અને સામાજિક વર્તણૂંક વધવાથી મગજ પર ઉંમરની અસર મોડી થાય છે, મગજ સુરક્ષિત રહે છે અને જીવન સ્તરમાં સુધારો આવે છે.

એક સંશોધનમાં થયેલા ખુલાસા અનુસાર, યાદ, ભાવનાઓ અને પ્રેરણાઓની અનુભૂતિ કરતા લોકોના મગજનો હિસ્સો સ્પષ્ટપણે ઉંમર સાથે પ્રભાવિત થાય છે. લોકોના મગજના આ ભાગમાં સામાજિક સંબંધ સંરક્ષિત રહે છે.

અમેરિકાના કોલંબસમાં 'ઓહિયો સ્ટેટ વિશ્વવિદ્યાલય'માં 'ન્યૂરોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટ'ના સંશોધનકર્તા એલિઝાબેથ કિર્બીએ કહ્યુ, 'અમારી શોધમાં ખુલાસો થયો છે કે સામાજિક રીતે સક્રિય વ્યક્તિના મગજ પર ઉંમરનો પ્રભાવ પડે છે.'

જર્નલ 'ફ્રન્ટિયર ઇન એન્ઝિગ ન્યૂરોસાયન્સ' પ્રકાશિત શોધ હેઠળ શોધકર્તાઓના ગ્રુપે 15-18 મહીનાના ઉંદરના બે ગ્રુપ બનાવીને ત્રણ મહીના સુધી અભ્યાસ કર્યો જ્યારે તેમની પ્રાકૃતિક સ્મરણ શક્તિમાં ઘટાડો થવા લાગે છે.

ઉંદરને એક રમકડું ઓળખવાનો અભ્યાસ કરી તેમની સ્મરણ શક્તિ પારખવામાં આવી. અભ્યાસના પરિણામ અનુસાર ગ્રુપમાં રહેતાં ઉંદરની સ્મરણ ક્ષમતા વધારે સારી હતી.

કિર્બીએ કહ્યુ, ' જ્યાં એકલા સાથી સાથે રહેતાં ઉંદર કઇ વસ્તુને હટાવી લેવામાં આવી છે તે ઓળખવામાં અસમર્થ રહ્યા ત્યારે સમૂહમાં રહેતા ઉંદરોએ શ્રેષ્ઠ પરિણામ આપ્યું. તેઓ બીજી જગ્યાએ રાખેલા તેમના જૂના રમકડા પાસે ગયા અને પોતાના સ્થાને રાખેલા બીજા રમકડાંને નજરંદાજ કરી દીધા.'

તેમણે કહ્યુ કે ભવિષ્યમાં અભ્યાસ કરીને સામાજિક સ્વભાવની સ્મરણ શક્તિ અને માનસિક સ્વાસ્થ્યથી સંબંધોનો પણ ખુલાસો કરી શકાશે.

Post Comments