Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, સિલ્કી અને શાઇની વાળ માટે હેરવૉશની યોગ્ય રીત

- વાળની દેખભાળ કરવામાં પાણીના ઉપયોગનું પણ ધ્યાન આપવું જરૂરી છે

અમદાવાદ, તા. 08 જાન્યુઆરી 2018, સોમવાર
 
શિયાળામાં ઠંડા પાણીમાં હાથ નાખવાથી પણ ડર લાગે છે અને ગરમીના દિવસોમાં ગરમ પાણીથી દૂર ભાગીએ છીએ. વાળ ખરવાની સમસ્યા દરેક વાતાવરણમાં થતી હોય છે. વાળની દેખભાળ કરવી પણ જરૂરી છે. બજારમાં મળતા મોંઘા પ્રોડ્ક્ટ્સની જગ્યાએ પાણીના ઉપયોગનું વધારે ધ્યાન આપવું જોઇએ. તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે કયા વાતાવરણમાં કેવા પ્રકારના પાણીથી વાળ ધોવા જોઇએ જેનાથી શાઇનિંગ પણ જળવાઇ રહે અને સ્વાસ્થ્યને પણ નુકશાન ન થાય. 
 
વાળને ગરમ પાણીથી ધોવા પર :- શિયાળાની ઋતુમાં હુંફાળા પાણીથી વાળ ધોવા પર સ્કેલ્પના ડેન્ડ્રફથી બંધ થયેલા પોર્સ ખુલી જાય છે જેનાથી ઑયલિંગ કરતી વખતે તમારા વાળમાં તેલના તમામ ગુણ સ્કેલ્પને મળી રહે છે. આ ઉપરાંત હુંફાળું પાણી માથામાંની બધી ગંદકી દૂર કરી દે છે. બીજી બાજુ હુંફાળું પાણી વાળમાંથી નેચરલ ઑઇલ અને મોઇશ્ચર ઓછુ કરી દે છે જેનાથી વાળ શુષ્ક થવા લાગે છે. 
 
વાળને ઠંડા પાણીથી ધોવા પર :- ઠંડા પાણીથી વાળ ધોવા પર નેચરલ ઑઇલ અને મૉઇશ્ચર દૂર થતું નથી. આ ઉપરાંત ઠંડાં પાણીથી પોર્સ પણ બંધ રહે છે, જેનાથી બહારની ગંદકી અને એક્સેસ ઑઇલ સ્કેલ્પની અંદર જતા નથી. ઠંડું પાણી વાળનું વૉલ્યુમ છીનવી લે છે. 
 
વાળ ધોવાની યોગ્ય રીત : હળવા હુંફાળાં પાણીથી વાળ ધોવાની શરૂઆત કરો. ત્યારબાદ વાળમાં શેમ્પૂ કરીને સ્કેલ્પની સારી રીતે મસાજ કરો. ત્યારબાદ શેમ્પૂને હુંફાળા પાણીથી ધોઇને કન્ડીશનર લગાવો. પાંચ મિનીટમાં કન્ડીશનરને ધોઇ નાંખો. 

Post Comments