Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેડિશનલ સાડીમાં ફેશનનાં છોગાં

છ મીટરની સાડીને હવે ડિઝાઇનરોએ તદ્દન નવું લુક આપીને આપણી ભારતીય પરંપરા જાળવી છે. સ્ત્રીની સુંદર અન્ય પરિધઆન કરતા સાડીમાં ખૂબ જ ખીલે છે અને લગભગ પ્રત્યેક નારીને સાડી પહેરવી ખૂબજ ગમતી હોય છે.

ફેશન ડિઝાઇનરોએ તે બાબતને લક્ષમાં રાખીને લુંગી, બોન્ડેજ અને સેરોંગ સાડી બનાવી છે. તે ઉપરાંત મરમેઇડ કટ પ્લીટેડ સાડી-સ્કર્ટ વેન્ડેલ રોડરીક્સે ડીઝાઇન કરી છે. અંજના ભાર્ગવે જ્યોર્જટ ઉપર ડેનીમનું પરીક્ષણ પણ કર્યું છે. ઐશ્વર્યા રાય જ્યારે સૌંદર્ય સામ્રાજ્ઞાી બની હતી ત્યારે તેણે હેમંત ત્રિવેદીની પ્રી-સ્ટીચ સાડી જ પહેરી હતી.

હાલમાં પૂરા થયેલા લેકમે ઇન્ડિયા ફેશન વીકમાં ડિઝાઇનર સાડીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. છતાં છ મીટર લાંબા આ કાપડને કોશ્ચ્યુમ બનાવવા ડિઝાઇનરો મચી પડયા છે. તેથી જ સબ્યસાચી, તરુણ તહેલિયાની કે જે.જે. વાલિયા પોતાના લેટેસ્ટ કલેક્શનમાં હંમેશા સાડીને પ્રથમ હરોળમાં રાખે છે.

સાડીને ફેશનેબલ બનાવવા ડિઝાઇનરોએ લગભગ બધા જ પ્રયાસો કર્યા છે. તેમણે સાડીનો કેન્વાસ તરીકે ઉપયોગ કર્યો છે અને તેના ઉપર કાર્ટૂન, ગ્રેફીટી, ફોટા, નકશા, બ્રાન્ડ નામ તથા સ્લોગન પણ લગાવ્યા છે. તે ઉપરાંત તેમણે સાડીને કાપી છે, સીવી છે ઘણા જુદા જુદા કપડા અપનાવ્યા છે, બાંય વગરની, બાંયવાળી કોલરવાળી સાડી પણ બનાવી છે. ડિઝાઇનરોના મતે સાડીથી શરૃઆત પણ થાય છે અને તેમની ડિઝાઇનરોનો અંત પણ સાડીથી જ આવે છે.

સાડી નામ સિવાય તમામ વસ્તુઓ બદલાઇ ગઇ છે, હાલ સાડીને લઇને ડિઝાઇનરો અનેક અખતરા કરી રહ્યા છે જેમાં સાડીને વધારે આકર્ષક અને સેક્સી લુક આપવા માટે વિવિધ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ સાડી ભારતમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ ખુબ જ પોપ્યુલર બની છે ત્યારે સાડીને ગ્લોબલ વેઅર તરીકે વિકસાવવા માટે ડિઝાઇનરો તેને નવા રંગરૃપ અને આકાર આપી રહ્યા છે.

Post Comments