Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાઈ-હિલમાં સ્ત્રી વધુ સુંદર દેખાય છે

ઊંચી હિલવાળા સેન્ડલ પહેરવાથી મહિલાઓ વધુ આકર્ષક દેખાય છે. કારણ કે હિલ વધુ હોવાના કારણે મહિલાઓ ચાલતી વખતે નાના ડગ ભરે છે જેમાં તે આકર્ષક દેખાઇ આવે છે.

'હિલવાળા સેન્ડલ પહેરીને ચાલતી મહિલાઓ પુરુષોને વધુ સેક્સી લાગે છે અને પુરુષો તેને પોતાની વિજાતીય સાથીદાર તરીકે જોવાનું વધુ પસંદ કરે છે'

હિલવાળા સેન્ડલ પહેરવાથી પગમાં ફોલ્લા પડવાની સોજો આવવાની અને પડી જવાની સમસ્યા થતી હોય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું હતું કે ઊંચી હિલવાળા સેન્ડલ પહેરવાથી મહિલાઓ વધુ આકર્ષક દેખાય છે.

પોર્ટ્સ માઉથ યુનિવર્સિટી ખાતે સંશોધકોએ કેટલીક મહિલાઓને સાદા ચંપલ અને કેટલીક મહિલાઓને હિલવાળા સેન્ડલ પહેરાવીને ટ્રડમિલ પર ચલાવી હતી. આ ગુ્રપમાં ૨૦ વર્ષની યુવતીઓ પાસે હિલવાળા ચારથી માંડીને ૨૫ સેન્ડલો સુધીની જોડી હતી, જેનો ઉપયોગ તેઓ અઠવાડિયામાં એક વખત તો કમસેકમ કરતી હતી.

ત્યાર બાદ પુરુષો અને મહિલાઓના એક જૂથને ૩૦ સેકન્ડની એક ક્લિપ દેખાડવામાં આવી હતી. પ્રત્યેક મહિલા જ્યારે હીલવાળા સેન્ડલ પહેરે ત્યારે આકર્ષક લાગે છે કે નહીં અને વધુ આકર્ષક લાગે છે તો કેટલી લાગે છે તેનું આ બધા લોકોએ વ્યક્તિગત મુલ્યાંકન કર્યું હતું.

તેમને દેખાડવામાં આવતી ક્લિપ્સમાં મહિલાઓનો ચ્હેરો કે ધડ દેખાડવામાં આવતા નહોતા, જેથી આકર્ષણ વિશેનો નિર્ણય કરવામાં ધડ અને ચ્હેરાના સૌંદર્યને લીધે વધુ ગુણ આપી દેવાની ભૂલ ટળે.

બીજા પ્રયોગ અંતર્ગત  આ ગુ્રપને ચાલ રહેલી વ્યક્તિ મહિલા છે કે પુરુષ એનો અંદાજ માત્ર તેના પગ જોઇને લગાવવાનું કહેવામાં આવ્યું. આવા પ્રયોગમાં તારણ નીકળ્યું હતું કે જ્યારે કોઇ જુતા પહેરીને જતું હોય ત્યારે તેને મહિલાના સમજનારા લોકોની સંખ્યા પુરુષ સમજનારા લોકોની સંખ્યા ડબલ હોય છે.

સાદા સેન્ડલ કે જૂતા અને હિલવાળા સેન્ડલ પહેરે ત્યારે મહિલાઓની ચાલમાં થતા ફેરફારની પણ સંશોધકોએ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે 'મહિલાઓ જ્યારે સાદા સેન્ડલ પહેરે છે ત્યારે તેની ચાલ બદલી જાય છે અને હીલવાળા સેન્ડલ પહેરે છે ત્યારે તેને ટૂંકા પગલાં ભરવા પડે છે અને આથી તેના નિતંબ વધુ લચકાય છે.'

સંશોધકોએ કહ્યું હતું કે 'હિલવાળા સેન્ડલ પહેરીને ચાલતી મહિલાઓ પુરુષોને વધુ સેક્સી લાગે છે અને પુરુષો તેને પોતાની વિજાતીય સાથીદાર તરીકે જોવાનું વધુ પસંદ કરે છે.'

અમદાવાદમાં રહેતી સરિતા શ્રીમાળીએ કહ્યું હતું કે 'હિલવાળા સેન્ડલ પહેરવા ખૂબજ ગમે છે. જ્યારે હિલવાળા સેન્ડલ પહેરવાનું શરૃ કર્યું ત્યારે શરૃઆતમાં થોડી મુશ્કેલી થતી હતી, પરંતુ હવે જરા પણ વાંધો આવતો નથી.

હા, ક્યારેક નવા સેન્ડલ ખરીદુ તો બે-ચાર દિવસ જરા મુશ્કેલી પડે છે અને ક્યારેક પગમાં ડંખ પણ પડે છે, પરંતુ એ તો બે-ચાર દિવસમાં મટી પણ જાય છે. એના માટે હું હિલવાળા સેન્ડલ પહેરવાનું બંધ કરી શકું નહીં.' આમ તો મહિલાઓના ચાલ તેમના સૌદર્યને વધુ નિખારે છે. હિલ વધુ હોય તો દરેક યુવતીના ચાલ ધીમી પડી જાય છે અને જેના કારણે તે ખુબ જ આકર્ષક લાગે છે.

Post Comments