Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉડે જબ જબ ઝુલ્ફેં મેરી

અમદાવાદની એક કોલેજમાં ભણતા એક યુવકે કહ્યું હતું કે 'મારા વાળા વાકડિયા છે. હું સ્ટેચનિંગ કરાવું તો પણ થોડા સમય બાદ વાળ ફરીથી વાકળિયા થઈ જાય છે. આથી હું સીધાવાળની એક પણ હેરસ્ટાઇલ કરાવતો નથી. વાકડિયા વાળ  આમ તો પોતે જ એક સ્ટાઇલ છે,

પરંતુ આજકાલ એમાં કટિંગ એજ ક્લાસિક હેરસ્ટાઇલ ખૂબજ લોકપ્રિય છે.  કપાળ પર આવતી બ્રશવતી વાળેલી બાબરીમાંથી વાળને દબાવીને થોડા આગળ લેવાના હોય છે. આ સ્ટાઇલ આજકાલ ફુટબોલ પ્લેયર ડેવિડ બેકહેમ અને ઝેક એફ્રોને પણ રાખી છે. '

વાળની વાત આવે ત્યારે મોટા ભાગે યુવતીઓની જ વાત થતી હોય છે. સાહિર લુધિયાનવી સિવાય બધા જ કવિઓએ પણ યુવતીની ઝુલ્ફો પર જ કવિતાઓ લખી છે. હેર સ્ટાઇલની બાબતમાં આજની પેઢીના છોકરાઓ છોકરીઓ કરતા જરા પણ ઉણા ઉતરે એમ નથી.

સ્પાઇકી, મશરૃમ કટ, ચાઇનીઝ કટ અને મિલિટ્રી કટ જેવી હેર સ્ટાઇલ હવે આઉટ ડેટેડ બની ગઈ છે. તેના સ્થાને બીજી ઘણી બધી નવી હેરસ્ટાઇલ આવી ગઈ છે. આમ તો જૂનુને જૂનુ જ થોડા થોડા સમયાંતરે રિપીટ થયા કરતું હોય છે. ક્યારેક જૂનામાં થોડો ઘણો ફેરફાર કરીને તેને નવું બનાવી દેવામાં આવતું હોય છે.

હેરસ્ટાઇલ્સની બાબતમાં પણ કઇક આવું જ છે. વાળની બાબતમાં અમદાવાદી ગર્લ્સ હોય કે પછઈ બોયઝ હોય બંન્ને લોકો ખુબ જ અવેર છે તેઓ પોતાની હેરસ્ટાઈલને લઈને જરા પણ ચલાવી લેતા નથી. ત્યારે અમદાવાદમાં સલુન ચલાવતા લોકોને પણ એટલુ જ સજાગ થવુ પડયુ છે. જો કે અત્યારે અત્યારે અમદાવાદને પણ ફેશન પ્રત્યે સજાગ ગણવામાં આવી રહ્ય છે.  

અમદાવાદના એક હેર ડ્રેસરે કહ્યું હતું કે 'આજકાલના યુવકોમાં સ્વોન્કી અને ક્લીપ્ડ હેરસ્ટાઇલની ફેશન છે. ટૂંકા ટૂંકા વાળની આ સ્ટાઇલનેલીધે યુવકોનો ચ્હેરો વિવેકી અને સંસ્કારી દેખાય છે. વાકળિયા વાળ ન હોય એવા યુવકોએ આ હેરસ્ટાઇલ એક વખત ચોક્કસ કરાવવી જોઇએ.'

Post Comments