Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાત્રે વહેલા સુવાથી આયુષ્યમાં 10 ટકાનો વધારો થાય છે: સંશોધન

- છ વર્ષ સુધી 4.50 લાખ લોકો પરના સ્ટડીનું તારણ

- મોડી રાત્રે ભોજન, અપૂરતી ઉંઘ અને કસરતના અભાવે માનસિક તણાવ પેદા થાય છે

લંડન, તા. 29 એપ્રિલ 2018, રવિવાર

૬ વર્ષ સુધી ૪.૫૦ લાખ લોકો પર થયેલા એક સ્ટડી મુજબ રાત્રે વહેલા સુવાની ટેવ ધરાવનારા લોકો મોડા સુઇ જનારાની  સરખામણીમાં ૧૦ ટકા વધુ જીવે છે. બ્રિટનમાં થયેલા આ  પ્રયોગમાં ૩૮ થી ૭૩ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૬ વર્ષના આ લાંબા સંશોધન સર્વે દરમિયાન ૧૦૫૦૦ લોકોના મોત થયા હતા.

આ ડેટાના આધારે સંશોધકોએ તારણ કાઢયું કે  કે મોડે સુધી જાગનારા લોકોના મુત્યુનું પ્રમાણ ૧૦ ટકા વધારે હતું.  આ સંશોધનમાં  ધુ્રમપાન, શરાબની આદત, વજન તથા સામાજિક આર્થિક સ્થિતિ પણ જોવામાં આવી હતી. સરે યુનિવર્સિટીના સંશોધકનું માનવું છે કે મોડે સુધી જાગવાની ટેવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્વો હોવાથી તેને નજર અંદાજ કરી શકાય નહી. 

વહેલા કે મોડા ઉઠનારા મોટા ભાગનાએ એ પણ કબુલ્યું હતું કે તેમને મુત્યુનો ડર પણ વધારે સતાવતો હતો. તેમનામાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસને લગતી તકલીફ, શરાબ અને ધુ્રમપાનનું વ્યસન પણ વધારે હતું. સંશોધકોનું કહેવું હતું કે મોડે સુધી જાગવા અને સૂવાથી બાયોલોજિકલ કલોક આસપાસના વાતાવરણ સાથે મેચ થતી નથી. ખોટા સમયે ભોજન લેવાથી, અપૂરતી ઉંઘ તથા કસરતના અભાવથી માનસિક તણાવ પેદા થાય છે.

મોડે સુધી જાગનારાઓએ પોતાની આ ટેવ બદલવી જોઇએ એટલું જ નહી તબીબી સલાહ પણ લેવી જોઇએ. શિકાગોની નોર્ધન યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે રાત્રે મોડે સુધી જાગનારા લોકોની સમસ્યા પણ જુદી હોય છે. રાત્રે વહેલા ઉંઘીને સવારે વહેલા જાગવાથી હતાશાનું પ્રમાણ ઘટે છે. જો કે મોડા સુધી જાગવાની આ ટેવ જીનેટિકલી પણ હોઇ શકે તે નકારી શકાય નહી.

Post Comments