Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્કિન ટેનિંગને દૂર કરવા માટે જીરું સૌથી અસરકારક ઔષધિ છે

- જીરું સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી

- જાણો, કેવી રીતે ચહેરા પર નિખાર લાવવામાં જીરું મદદરૂપ થશે?

અમદાવાદ, તા. 13 ઑક્ટોબર 2017, શુક્રવાર 
 
જીરુ આયુર્વેદમાં પેટનો દુખાવો, અપચો, પેટ ફૂલવું વગેરે જેવી પાચન સંબંધિત બીમારીઓના ઉપચાર માટે એક ખૂબ જ મશહૂર ઔષધિ માનવામાં આવે છે. પરંતુ ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે જીરું નિખાર પણ લાવે છે. જાણો, જીરું નિખાર લાવવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. 
 
- ગરમીઓમાં સ્કિન ટેનિંગની સમસ્યાથી પરેશાન લોકો માટે જીરું વરદાન સમાન છે. સ્કિન પરથી ટેનિંગ હટાવવા માટે જીરાને દળીને તેમાં દહીં અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટેનિંગ દૂર થઇ જાય છે. 
 
- સાફ અને ફેર ત્વચા માટે જીરા પાઉડરમાં હળદર અને મધ મિક્સ કરીને લગાવો, તેનાથી તમારા ચહેરાની રંગત વધવાની સાથે નિખાર પણ આવશે. 
 
- વધતી ઉંમરની સાથે ચહેરા પર આવતા રિન્કલ્સને દૂર કરવા માટે પણ જીરાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જીરાને બેસન તેમજ કાચા દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી રિન્કલ્સ દૂર થાય છે. 

Post Comments