Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોનસૂન સિઝનમાં અજમાવો ટ્રેન્ડી ફેબ્રિક

- વરસાદમાં કમ્ફર્ટેબલ વેર અજમાવો અને ટ્રેન્ડી લુક અપનાવો

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર 
 
મોનસૂનમાં રંગોની સાથે યોગ્ય ફેબ્રિક પસંદ કરવામાં લોકોને મુંઝવણ અનુભવાય છે. એવામા તેમનું ફોક્સ વરસાદમાં ભીંજાવવાથી બચવા, કમ્ફર્ટેબલ રહેવા અને ટ્રેન્ડી દેખાવા પર હોય છે. ડેનિમ ઉપરાંત તમે કૉટન, શૈમ્બ્રે, રેયૉન, પોલિસ્ટર અને ક્રેપ જેવા ફેબ્રિક પસંદ કરી શકો છો. 
 
કૉટન કુર્તી
જો તમે ઇચ્છો છો કે વરસાદમાં પલળ્યા બાદ કપડાં તમારા શરીર સાથે ચિપકી ન જાય એટલા માટે કૉટન વેર તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. મોનસૂન સીઝનમાં ટ્રેન્ડી લુક મેળવવા માટે તમે પૉપ કલર્સનો ઉપયોગ કરી શકો છો. બ્લ્યુ કલરના બેઝ સાથે ઑરેન્જ ડિજિટલ પ્રિન્ટ તમારી કુર્તીને ડિફરન્ટ લુક આપશે. જો તમે ની-લેન્થની કુર્તી પહેરી રહ્યા છો તો બંને બાજુ ડીપ સ્લિટ આપો. અને ઇચ્છો તો તેની સાથે કૉટન જેકેટ પણ પહેરી શકો છો. 
 
જો તમને ઇઝી-બ્રીઝી ફેબ્રિક પસંદ છે તો ક્રેપ અજમાવી શકો છો. તેનું બનેલું ક્રોપ ટોપ મોનસૂનમાં ખાસ લુક આપશે. તેનો ફ્લોરલ ડિઝાઇન ટ્રેન્ડમાં છે. 
 
રેયૉન જમ્પસૂટ 
જંમ્પસૂટ વરસાદની સીઝનમાં સૌથી બેસ્ટ પહેરવેશ છે. પરંતુ ડેનિમની સમસ્યા છે જે તેમાં હવા શરીર સુધી નથી પહોંચતી. એટલા માટે તમે રેયૉન જમ્પસૂટ અજમાવી શકો છો. તેને ટ્રેન્ડી લુક આપવા માટે સ્લેશ પૉકેટ અને હૉલ્ટર નેકલાઇન સાથે તેને ડિઝાઇન કરાવો અને પોતાના વોર્ડરોબમાં સામેલ કરો. 
 
ડેનિમ, કૉટન, રેયૉન ક્રેપ ઉપરાંત તમારી પાસે પૉલિસ્ટર તેમજ શૈમ્બ્રેનો વિકલ્પ પણ છે. આ તમને ફેશનેબલ લુક તો આપશે પરંતુ વરસાદમાં ભીંજાઇ ગયા બાદ સ્કિન સાથે ચિપકી પણ જશે. 

Post Comments