Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુંદર અને ચમકતી, આકર્ષક ત્વચા માટે ઓર્ગન ઑઇલ અજમાવી જુઓ!

- આર્ગન ઑઇલ વાળ માટે તો ચમત્કારી છે જ પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે

- જાણો, ઑર્ગન ઑઇલથી થતા ફાયદાઓ વિશે...

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2018, શનિવાર 
 
આર્ગન ઓઈલ તમારા વાળ માટે જાદૂની જેમ કામ કરે છે પરંતુ તેના ફાયદા માત્ર વાળ પૂરતા મર્યાદિત નથી. જો તમારે તમારી ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવી છે તો આર્ગન ઓઈલથી શ્રેષ્ઠ કોઇ વિકલ્પ ન હોઇ શકે. 
 
આર્ગન ઓઈલ તમારી ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરે છે, આ તેલમાં વિટામિન ઇ, એન્ટીઑક્સિડેન્ટ અને ઓમેગા ફેટી એસિડ્સ હોય છે. એક નિષ્ણાંત અનુસાર, આર્ગન ઓઈલ તમારી ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ સુપરફૂડ છે. જો તમને તમારી ત્વચા ખૂબ ઑઇલી લાગતી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી આ તેલ ખૂબ જ લાઇટ હોય છે. ત્વચા તેને શોષી લે છે. 
 
આર્ગન ઓઈલ અલ્ટ્રા-હાઇડ્રેટિંગ અને પ્રાકૃતિક છે. આ તમારી એક્સ્ટ્રા ડ્રાઇ અને ડેમેજ સ્કિનને સરળતાથી ઠીક કરી દે છે અને ઝડપથી શોષાઇ જાય છે. તેનાથી તમારી ત્વચામાં બળતરા પણ નથી થતી અને આ સાથે જ તેમાં એક્ઝિમા, સોરાયસિસ, સોજો અને રોજેસિયા જેવા ત્વચાના રોગને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. ત્વચાને ઑઇલી બનાવવાની જગ્યાએ કુદરતી રીતે નિકળતા તેલના પ્રમાણને પણ નિયંત્રણમાં રાખે છે. 
 
તમારી આંખ નીચે કરચલીઓ પડી જાય છે. આંખ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ હોય છે. આંખ પાસે કંઇ પણ લગાવવાથી બળતરા થતી હોય છે પરંતુ આર્ગન ઑઇલનો ઉપયોગ કરવાથી કોઇ બળતરા થશે નહીં. આ સંપૂર્ણપણે કુદરતી છે અને આંખોને નુકશાન પહોંચાડશે નહીં. 
 
તમારી ત્વચા માટે આર્ગન ઓઇલ કેટલું ફાયદાકારક છે, તે તમે જાણો છો પરંતુ આ હોઠ માટે પણ તેટલું જ અસરકારક છે. શિયાળામાં લિપ્સ પર આર્ગન ઓઇલ લગાવવાથી લિપ બામનું કામ જાતે જ થઇ જશે. 
Keywords argan,oil,and,its,advantages,

Post Comments