Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિરપુરના ચોરસાની રહેતી યુવતીએ આપઘાત કરતા ચકચાર

- ઝેરી દવા પી ને જીવનનો અંત આણ્યો : પોલીસની કાર્યવાહી શરૃ

નડિયાદ, તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

વિરપુર પાસેના એક ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. આ બનાવથી ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તાલુકાના ચોરસા ગામે રહેતી એક યુવતીએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. જેના કારણે ગામમાં વાતવરણ ગરમાયું હતું.

આ ઘટનાની જાણ વિરપુર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાડે પાડયો હતો. આ બનાવ  સંદર્ભે વિરપુર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગામમાં રહેતા હિંમતસિંહ માનાભાઈ ઠાકોરની દિકરી કોકીલાબેન (ઉં.વ.૧૮) એ  આજે સાંજના સમયે કોઈ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.જોકે આ બનાવ અંગે હાલ તપાસ ચાલુ છે અને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ આરંભી છે. પ્રાથમિક તપાસમાં આ યુવતીને પોતાના ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબધ હતો. થોડા સમયે પહેલા આ બન્ને લોકો ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીના માતા-પિતાએ તેણીને પાછી લાવી હતી.

પરત આવેલી યુવતી પોતાના પ્રેમી વગર ન રહી શકતા તેણીએ આ પગલુ ભર્યુ હોવાની વિગતો બહાર આવી છે. જોકે આજે બપોરે આ અંગે નીવેડો લાવવા યુવક અને યુવતીના સમાજના લોકો ભેગા થયા હતા. આ દરમ્યાન લાગી આવેલી યુવતીએ અંતિમ પગલુ ભર્યુ હોવાની ચોકાવનારી વિગતો ખુલી છે.
વિરપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી આદરી છે.

Post Comments