Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખંભાતના શક્કરપુરા ગામમાં બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ

- તલવાર-ધારિયાથી હુમલો થતા પાંચથી વધુ ઈજાગ્રસ્ત

આણંદ,તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શક્કરપુર ગામે પાધરીયા વિસ્તારના એક મહોલ્લામાં શુક્રવાર રાત્રિના સુમારે બે પક્ષો વચ્ચે અચાનક મામલો બીચક્યો હતો. ફળીયામાં રમતા છોકરાઓ અંદરોઅંદર બોલાચાલી કરતા પરિવારજનોએ છોકરાઓનું ઉપરાણું લેતા બે પરિવારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર તલવાર, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ તકરારમાં બંને પક્ષના મળી પાંચથી વધુ લોકોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ખંભાત તાલુકાના શક્કરપુર ગામે પાધરીયા વિસ્તારમાં રહેતા જયેશભાઈ મહેશભાઈ ચુનારાના ફળીયામાં શુક્રવાર રાત્રિના સુમારે છોકરાઓ અંદરોઅંદર બોલાચાલી કરતા હતા. જેથી નજીકમાં જ રહેતા હસમુખભાઈ નાનુભાઈ ચુનારા, પ્રવિણભાઈ ચુનારા તથા સોમચંદ ચુનારાએ ઉશ્કેરાઈ જઈ અમોને ગાળો કેમ બોલો છો તેમ જણાવી જયેશભાઈ ચુનારા સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા. દરમ્યાન હસમુખભાઈ ચુનારાએ તલવાર વડે બાબુભાઈ મોહનભાઈ ચુનારા ઉપર હુમલો કરી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે પ્રવિણભાઈ ચુનારાએ ધારીયા વડે જયેશભાઈ ચુનારાને બરડાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સોમચંદ ચુનારાએ લાકડી વડે મુકેશભાઈને પેટના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે જયેશભાઈ મહેશભાઈ ચુનારા (રહે.શક્કરપુરા, પાધરીયા)એ ખંભાત શહેર પોલીસ મથકમાં હસમુખભાઈ નાનુભાઈ ચુનારા, પ્રવિણભાઈ ડાહ્યાભાઈ ચુનારા તથા સોમચંદભાઈ નાનુભાઈ ચુનારા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામા પક્ષે વિકાસભાઈ હસમુખભાઈ ચુનારાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ સરજુભાઈ મહેશભાઈ ચુનારા સહિતના ચાર શખ્શો તેઓના ઘર નજીક ગમે તેમ અપશબ્દો બોલતા હોઈ હસમુખભાઈએ તેઓને અપશબ્દો નહી બોલવાનું જણાવાતા સરજુભાઈ ચુનારા સહિતના શખ્શો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને હસમુખભાઈ ચુનારા સાથે ઝઘડો કર્યો હતો.

આ ઝઘડામાં વિજયકુમાર બાબુભાઈ ચુનારાએ ઉપરાણું લઈને ધારીયા વડે હસમુખભાઈ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે મુકેશભાઈ ચુનારા તથા સરજુભાઈએ લાકડી, તલવાર તેમજ લોખંડની પાઈપ વડે હુમલો કરી અન્ય બે વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વિકાસભાઈ હસમુખભાઈ ચુનારાએ ખંભાત શહેર પોલીસ મથકમાં સરજુભાઈ મહેશભાઈ ચુનારા, નિકુલકુમાર મુકેશભાઈ ચુનારા, વિજયકુમાર બાબુભાઈ ચુનારા, મુકેશભાઈ બાબુભાઈ ચુનારા (તમામ રહે.શક્કરપુર, પાધરીયા) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા ઉક્ત તમામ શખ્શો વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments