Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાણા માટે સાળાની હત્યા કરનાર બનેવીના બે વાહન જપ્ત કરાયા

- સાળાનો મોબાઈલ હજુ સુધી મળ્યો નથી જમાઈને કડક સજા કરવા માગણી

આણંદ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ રોડ પર આવેલ ભરોડા ગામે રહેતા એક યુવાનની હત્યાને સગા બનેવીએ પૈસાની લેતીદેતીમાં સાળાનું માથું ધારીયા ઉડાવી દીધુ હતું. ધડ અને માથાને મોબાઈલ અને ધારીયા સાથે નહેરમાં નાંખી દેવાઈ હતી.જેમાં સામરખા ચોકડી પાસેથી ૨૪ વર્ષીય યુવકનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ રાવળાપુરા નહેર નજીકથી મળી આવ્યો હતો.

આ ઘટનામાં બનેવીને ઝડપી રિમાન્ડમાં લેતા પોલીસની લાક્ષણિક  પુછપરછમાં તેણે આ ધડ, મોબાઈલ, ધારીયું અજુપુરા નહેરમાં નાંખી દીધા હોવાથી પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. જેમાં એક દિવસ અગાઉ પોલીસને ધારીયું અને માથું મળી આવ્યા હતા. પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો.

આ ઈસમના ત્રણ દિવસના રિમાન્ડના પ્રથમ દિવસે આ ઈસમે સસરા દ્વારા જમીન વેચી આપવામાં આવેલ રકમમાંથી દોઢ લાખનું બુલેટ બાઈક ખરીદ્યું હોવાની તથા ૫૦,૦૦૦ની રકમ અંગત ખર્ચમાં વાપરી હોવાની હકીકતો ઉજાગર થવા પામી હતી.આ બુલેટ અને તેના એક્ટિવાને પોલીસે કબ્જે લીધું હતું.જ્યારે મરણજનારના પરીવારના જવાબો લઈ લેતા તેના પરીવારમાં યુવાનને કમાટીભરી રીતે મોતને ઘાટ ઉતારનાર બનેવી સામે કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.નહેરમાં નાંખવામાં આવેલ મોબાઈલ માટે સ્થાનિક તરવૈયા અને ફાયરફાઈટરોેએ બે દિસવ સુધી શોધખોળ કરતા પણ મળી ન આવ્યો હોવાની માહિતી પ્રાપ્ય બની છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરેઠ રોડ પર આવેલ ભરોડા ગામે રહેતા યોગેશભાઈ પટેલનો પુત્ર અનિકેત ઉ.વ.૨૪ નો મૃતદેહ એક દિવસ અગાઉ રાવળાપુરાથી સામરખા તરફ જતી નહેરના ગેટમાં અટવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મરણજનાર અનિકેતના બનેવી મિનેષ અશોકભાઈ પટેલ દ્વારા તેના સગા સાળાને પૈસાની લેતી દેતીમાં ધારીયા જેવા મારક હથિયારથી ડોકુ ધડથી અલગ કરી દીધુ ંહતું. આ ઈસમે મરણજનારની લાશને અજુપુરા નહેર પાસે ફેંકી દીધી હતી.જ્યાં ગઈ કાલે સ્થાનિક તરવૈયા અને ફાયરફાઈટરોની મદદથી મરણજનારનું માથું અને ધારીયું રિકવર કરી લેવાયું હતું.જ્યારે બનાવના બે દિવસ બાદ પણ યુવાનના મોબાઈલ અંગેની શોધખોળ માટે સ્થાનિક તરવૈયા અને ફાયરફાઈટરોએ બે જહેમત ઉઠાવી છે. પરંતુ મોબાઈલનો પત્તો હજુ સુધી લાગી શક્યો નથી.

આ ઘટનમાં આણંદ રૃરલ પોલીસ મથકે ફરજ નિભાવતા રાઈટર મનુભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ઉક્ત ઈસમના રિમાન્ડનો બીજો દિવસ પુર્ણ થતા આ ઈસમે ખરીદેલ બુલેટ બાઈક અને એક્ટીવાને પોલીસે કબ્જે લીધા હોવાની તથા હજુ સુધી મરણજનાર યુવાનનો મોબાઈલ મળી  ન આવતો હોવાની માહિતી જણાવી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,આ મરણજનાર યુવાનના પરીવારજનોના જવાબો લેતા તેના જમાઈ સામે કડક કાર્યવાહી અને સજા થાય તેવી માંગ પ્રબળ બની હોવાની માહિતી જણાવી હતી.

Post Comments