Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લકઝરી બસની ટક્કરથી કાર નહેરમાં ખાબકતા બેનાં મોત

- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત

- રામનગર પાટિયા પાસે લકઝરી ચાલકે કારને ટક્કર મારતા રેલિંગ તોડીને નહેરમાં પડી : એકને બચાવી લેવાયો

આણંદ,તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર રામનગર પાટીયા નજીક સારસા સીમ મોટી નહેર નજીક આજે સવારે ૯ઃ૩૦ કલાકના સુમારે પુરપાટ ઝડપે જતી કારને પાછળથી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા કાર એક્સપ્રેસની રેલીંગ તોડીને નહેરમાં ખાબકી હતી. કાર નહેરમાં ખાબકતા જ મોટો અવાજ આવ્યો હતો. જેને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને થતાં જ ફાયરબ્રિગેડના કર્મચારી તથા સ્થાનિકો દ્વારા કારમાંથી બે વ્યક્તિના ડુબી જવાથી મોત થયા હતા. તેઓને બહાર કાઢ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે ખંભોળજ પોલીસે સફેદ કલરની લક્ઝરી બસના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર અંકિત અવની મિશ્રા (રહે.અમેલા, તા.ડેરાપુર, જિ.કાનપુર, યુ.પી.)ના પરિવારજનો આજે સવારે પૂજાવિધિ કરવા માટે વડોદરાથી અમદાવાદ જવા એક સ્વીફ્ટ કાર નં.-જીજે-૦૬-કેડી-૪૧૦૧ લઈને નીકળ્યા હતા. સવારના ૯ઃ૩૦ કલાકના સુમારે તેઓની કાર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર રામનગર ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી કોઈ અજાણી લક્ઝરી બસના ચાલકે પાછળથી ટક્કર મારતા કાર એક્સપ્રેસ વેની રેલીંગ તોડી કેનાલમાં ખાબકી હતી. ગાડી કેનાલમાં ખાબકતા મોટો ધડાકો થતા આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકોએ બુમાબુમ કરી મુકી હતી. અન્ય વાહનચાલકો પણ આ બુમાબુમને કારણે રોકાયા હતા અને તાત્કાલિક એક્સપ્રેસ વે હેલ્પ સેન્ટર અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે વ્યક્તિના ડુબી જવાથી મોત નીપજ્યાં હતા. જેમાં વિશ્વનારાયણ દેવનારાયણ દ્વિવેદી (ઉં.વ.૫૫) તથા સંતોષબેન કિશનકુમાર ખુરાના (ઉં.વ.૬૫)નો સમાવેશ થાય છે. જ્યારે કિશનકુમાર ખુરાનાને વધારે ઈજા થતા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અંકિત અવની મિશ્રાનો આબાદ બચાવ થયો હતો.

આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા તથા સફેદ કલરની લક્ઝરી બસના ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Post Comments