Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજપુરા ફાટક પાસે વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણને ઇજા

- સેવાલિયા-ડાકોર રોડ પર

- સેવાલિયા સામુહિક કેન્દ્રમાં દાખલ કરાયા

નડિયાદ, તા.12 જાન્યુઆરી 2018, શુક્રવાર

ગળતેશ્વર પાસેથી પસાર થતો સેવાલીયા-ડાકોર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક  અને બાઈક પાછળ બેઠેલા બે લોકોને શરીરે ઓછાવત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા  તેઓને તુરંત સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા છે.

તાલુકાના સેવાલીયા ડાકોર રોડ ઉપર આવેલ રાજપુરા ફાટક પાસે વાહન અકસ્માત સર્જાયો છે. જેમાં આજે સવારે ઉપરોક્ત ફાટક નજીકથી માલવણ તરફથી આવતું એક મોટર સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આથી આ મોટર સાયકલ ઉપર સવાર વિજય ગણપત ભીલ, રોહિત મંગળભાઈ ભીલ, રાકેશ મહેન્દ્રભાઈ મુડવાળા (તમામ રહે.મોટી માલવણ,તા.ગળતેશ્વર)  રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેથી આ ત્રણેય ઘવાયેલા લોકોને સારવાર અર્થે સેવાલીયા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ આ ત્રણેય લોકોને ગોધરા ખાતે રીફર કરાયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં સેવાલીયા સામૂહીક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબિબે માનવતા દાખવી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. જેમાં ર્ડાક્ટરે નિયમ મૂજબ કાર્યવાહી થશે અને ત્યારબાદ ઈજાગ્રસ્તને જરૃરી સારવાર મળશે તેમ કહી મનમાની કરતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

બેસણા માટે ત્રણેય ફુલહાર લેવા ગયેલા
નડિયાદ, તા.૧૨

આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય પૈકી રોહિત ભીલના દાદીનું તાજેતરમાં અવસાન થયેલ હતું. જેઓનું બેસણું આજે હતું. તેથી સવારના સમયે રોહિત અને અન્ય બે લોકો  બેસણાં માટે ફુલહાર લેવા સેવાલીયા જતાં હતા આ દરમ્યાન અકસ્માત થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

ગળતેશ્વર તાલુકો૧૦૮ એમ્બ્યુલન્સની સેવાથી વંચિત
નડિયાદ, તા.૧૨

ગળતેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા છીનવાઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી આ સુવિધા ગળતેશ્વર પંથકને મળતી નહોવાથી કેટલાય નિદોર્ષ લોકોએ જીવ ગુમાવ્યા છે.સેવાલીયા-ડાકોર રોડ અકસ્માત ઝોન છે ત્યારે આ રોડ ઉપર વારંવાર અકસ્માત થતાં હોય છે.

સ્થાનિકો ૧૦૮ને બોલાવે છે ત્યારે ૧૫થી ૨૨ કિલોમીટર દુર ડાકોર,ઠાસરા અને બાલાસીનોર સેન્ટરથી આ એમ્બ્યુલન્સને  આવવુ પડતુ હોય છે. જેના કારણે જીવન મરણ વચ્ચે જોલા ખાનારને યોગ્ય સારવાર ન મળતા મોતને ભટતો હોય છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પરીણામ શુન્ય જોવા મળી રહ્યુ છે.

Post Comments