Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જુના બિલોદરામાં બે જૂથ વચ્ચે અથડામણમાં ત્રણ ફરિયાદો

- ગામમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો ભરવાડો ગામ છોડીને ચાલ્યા ગયા

નડિયાદ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
નડિયાદ પાસેના જુના બિલોદરા ગામે અગાઉના ઝઘડાની રીસમાં બે જુથો વચ્ચે ધીંગાણું થયું હતું. આ બનાવમાં ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં તોફાની ટોળાઓએ  ઘરોને આગ ચાંપી તોડફોડ કરી હતી. આથી પોલીસને બળ પ્રયોગ કરી અને ટીયરગેસ છોડી મામલો થાડે પાડયો હતો. આ ઘટના બાદ નડિયાદ રૃરલ પોલીસ મથકે ત્રણ સામસામી ફરિયાદ નોંધાઈ છે. આથી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૃ કરી છે. આ જૂથ અથડામણ બાદ ભરવાડો ગામ છોડી ચાલ્યા ગયા છે. હાલ ગામમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે.

તાલુકાના જુના બિલોદરા ગામે જુની અદાવતને લઈ ભરવાડો અને દરબારો  વચ્ચે ધીંગાણું સર્જાયુ હતું. આ ધીંગાણું છેલ્લા બે દિવસથી ગામમાં ચાલી રહ્યુ છે. તેથી ગામમાં તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ છે.ગઈકાલે રાત્રે આ બન્ને જ્ઞાાતીઓ વચ્ચે અગાઉના ઝઘડાની રીસ રાખી ટોળાઓએ એક બીજા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં ઉશ્કેરાયેલા ટોળાઓએ એક બીજાના ઘરોને આગ ચાંપી તોડફોડ કરી હતી. જેમાં ઘરની છત ઉપર મૂકેલા પુળા તથા વાહનોને આગ ચાંપી સળગાવ્યા હતા. આથી ત્યાં ફરજ પરના પોલીસે આ હિંસક બનેલ જૂથ અથડામણને રોકવા માટે બળ પ્રયોગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત ગામમાં ટીયરગેસના પ જેટલા સેલ છોડી મામલો થાડે પાડવામાં આવ્યો હતોે.આ બનાવમાં ૧૪થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને તુરંત સારવાર અર્થે નડિયાદ સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવાઈની વાત તો એ છે કે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ મંગળવારની રાત્રે આ હિંસક તોફાન ફરી બન્યું હતું. જેથી પોલીસની કાર્યવાહી સામે પણ શંકાની સોય ચિંધાઈ રહી છે. આ બનાવમાં કેટલાક પોલીસ જવાનોને પણ શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે ફાયરબ્રીગ્રેડ તથા અન્ય પોલીસ જવાનોની મદદ લઈ સ્થિતી સંભાળી હતી. આ ઘટના બાદ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જ્યારે આ અંગે  નડિયાદ ગ્રામ્ય પોલીસે ત્રણ સામસામી ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૃ કરી  છે.

ગામમાં ટોળાએ પાંચ મકાનો સળગાવ્યા
નડિયાદ, તા.૧૩
નડિયાદના જુના બિલોદરામાં થયેલ જુથ અથડામાણમાં ટોળાઓએ ગામમાં પાંચ જેટલા મકાનો તથા ત્રણ જેટલા વાહનોને સળગાવ્યા હતા. આ ઘટના બાદ  બીજા દિવસે ગામમાં રેન્જ આઈ જી એ પણ મુલાકાતા લીઈ  ઘટનાનું  નિરીક્ષણ કર્યુ હતું.
 

Post Comments