Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાનગરમાં બનાવટી વિકાસપત્રો પ્રકરણના ત્રણ આરોપી ૭ દિવસના રિમાન્ડ પર

- આરોપીઓએ સુરત અને વડોદરા ચાર બેન્કોમાંથી લોન લીધી છે

આણંદ,તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં બે દિવસ પૂર્વે મસમોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું હતું.જેમાં ત્રણ ઈસમોને વિકાસ પત્રો સાથે ઝડપી લેતા આ વિકાસ પત્રો બનાવટી હોવાની જાણ પોલીસને થતા તેઓની કડક તપાસ શરુ કરાઈ હતી. આ વિકાસપત્રો સાથે ઝડપાયેલ ત્રણમાંથી એક ઈસમ ં બે વર્ષ પહેલા ઝડપાયો હતો.આ ત્રણેય ઈસમોને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા કરોડોના આ કૌભાંડમાં હજુ રિમાન્ડ સમય ચાલુ હોવાથી તેમાં સુરત, વડોદરામાં આવેલ ચાર બેન્કોમાંથી લાખોની લોન લીધી હોવાની માહિતી પોલીસને મળી હતી.

આણંદ જિલ્લામાં થોડા સમયના અંતરે કૌભાંડોનો મધપુડો જનતા સામે આવતો  જ રહ્યો છે. વિદ્યાનગરમાં નકલી વિકાસ પત્રો સાથે બે ઈસમોને બે દિવસ અગાઉ પોલીસે દબોચી લીધા હતા.આણંદમાં રહેતો જંયતિ મુલચંદભાઈ ઠક્કર અને ચિખોદરા ગામે રહેતો અનસ અબ્લુલભાઈ વ્હોરાને ઝડપી ેલવાયા હતા. આ બંન્ને ઈસમોની કડક તપાસ હાથધરતા તેઓ પાસેથી૩પાનકાર્ડ, ૧ઈલેક્શકાર્ડ, ૬ આધારકાર્ડ, ૧૨થી વધુ સિક્કાઓ મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજોનો તપાસ કરતા આ તમામ નકલી હોવાનું ખુલવા પામ્યું હતું.આ ઈસમોએ બોગસ સર્ટીફિકેટો આણંદમાં રહેતા અમિત ભાનુભાઈ પટેલ દ્વારા બનાવી આપવામાં આવ્યા હોવાની વિગતો પણ ખુલવા પામી છે.આ ત્રણેય ઈસમોને અટક કરી વિદ્યાનગર પોલીસે સાત દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા. જેમના રિમાન્ડ સમયમાં તેઓએ સુરત અને વડોદરા સ્થિત ચાર બેન્કોમાંથી લોનો મેળવી હોવાની કબુલાત કરતા તપાસનો દોર સુરત અને વડોદરા તરફ વળ્યો હોવાની માહિતી પ્રાપ્ય બની હતી.

આ ઘટનામાં વિદ્યાનગર પીઆઈ સિમ્પીનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉક્ત ત્રણેય ઈસમોને રિમાન્ડ સમયમાં આ ઈસમોએ સુરત અને વડોદરામાં સ્થિત ચાર બેન્કોમાંથી લોન મેળવી લાખોના કૌભાંડને અંજામ આપ્યાની કબુલાત રિમાન્ડ સમયમાં કરી હોવાથી હાલ વડોદરા અને સુરત ખાતે તપાસનો દોર શરુ કરાયાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Post Comments