Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેમદાવાદના અડબોલીમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીથી લોકોમાં આક્રોશ

- મહિના પૂર્વે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું છતાં ઝેરી કેમિકલ અટકાવાયું નથી

નડિયાદ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

મહેમદાવાદ તાલુકામાં આવેલ એક કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ સામે ગ્રામજનોનો રાષ ફાટી નિકળ્યો છે. કંમ્પની દ્વારા બનાવવામાં આવતા વિવિધ પ્રોડક્ટ ના બનાવટમાં વપરાતા ઝેરી કેમીકલના ઉપયોગથી આજુબાજુના ગામડાઓમાં પ્રદુષણ ફેલાય છે.તેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

મહેમદાવાદ તાલુકાના નાની અડબોલી ખાતે આવેલ ક્રાફટ લેમીનેટ કંમ્પની દ્વારા છોડાતા ઝેરી કેમીકલ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે.આ કંમ્પની બાબતે ગ્રામજનોએ લેખિત તેમજ મૌખિક રજુઆતો ઉચ્ચ અધિકારીઓને કરી છે.જ્યારે આ અંગે કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યુ હતું.જેને મહિનો વિતવા છતા હજુ સુધી કંમ્પની સામેકોઇ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી.અડબોલી તેમજ આજુબાજુના ગ્રામપંચાયતના સરપંચો દ્વારા આ અંગેની ફરિયાદ તંત્રને કરવા છતા તંત્ર કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે.

ઉલ્લેખનિય છે કે  ક્રાફટ લેમીનેટ કંમ્પની દ્વારા છોડાતા ઝેરી વાયુને કારણે છોકરાઓ થી માંડીને વૃધ્ધ લોકોને આંખોમાં બળતરા થવાની ફરિયાદ છે.જ્યારે અડબોલી ગામથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી છે.કંમ્પનીને અડીને સ્કુલ તેમજ ધાર્મિક સ્થાનક આવેલ છે.જ્યારે અહી આવેલ બીજી કંમ્પનીઓ દ્વારા પણ ઝેરી ગેસ અને પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ ઉઠવા પામી છે.આ કંમ્પીઓ દ્વારા સરકારી જમીનો પર દબાણ કરવામાં આવેલ છે.જાહેર રસ્તાઓ પર સ્ટાફ ક્વાટર બનાવી દેવામાં આવ્યા છે.કંમ્પનીઓ દ્વારા સરકારી સબસીડી વાળા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.તેના અનુસંધાને તપાસ કરતા ખાતરની ૧૨૫  ઠેલીઓ આ કંમ્પની માંથી મળેલ હતી.તેની સામે કોર્ટ કેસ ચાલુ છે.કંમ્પનીઓ દ્વારા સ્થાનિક યુવકોને નોકરી આપવામાં આવતી નથી તે પણ કડવું સત્ય છે.ગ્રામજનોનુ કહેવુ છે કે જો આ કંમ્પનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે ગાંધી ચિન્ધ્યા માર્ગો જઇશું.

આ બાબતે ટેલિફોનિક સંપર્ક સાધતા જી.પી.સી.બી ના અધિકારી વાય.એ.તહેસસીલ,ગાંધીનગર મીટીંગમાં ગયા હોવાનુ ઓફિસ આસીસટન્ટ  જણાવ્યુ હતું.તેથી તેમનો ટેલિફોનિક સંપર્ક થઇ શકયો ન હતો.

Post Comments